Tue Jan 27 2026

Logo

White Logo

રન ફોર ‘ખાખી’: ગુજરાત પોલીસની ૧૩,૫૯૧ જગ્યાઓ માટે આજથી શારીરિક કસોટીનો પ્રારંભ...

6 days ago
Author: Devayat Khatana
Video

ગાંધીનગર : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલી 13591 ખાલી જગ્યાઓ માટે 10 લાખથી વધુ અરજીઓ મળી છે. જેમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા પો.સ.ઇ. કેડરની 858  જગ્યાઓ અને લોકરક્ષક કેડરની 12733  જગ્યાઓ મળી કુલ 13591 જગ્યાઓની ભરતી માટેની શારીરિક કસોટીનો આજથી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યભરના 15 સ્થળોએ પ્રારંભ કરવામાં આવ્યો છે.  આ ઉમેદવારોને રાજયના નિર્ધારીત 15  શહેર/જીલ્લા/SRP જુથ/તાલીમ કેન્દ્રના પરીક્ષા કેન્દ્રો (ગ્રાઉન્ડ) ખાતે શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપ કસોટી  આજથી બોલાવવામાં આવ્યા છે. 

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ અને કોન્સ્ટેબલની મળીને કુલ 13591 ખાલી જગ્યાઓ માટે રાજ્યના 15 સ્થળોએ આજથી શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપ કસોટીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કુલ 15 ગ્રાઉન્ડ પૈકી અગિયાર  ગ્રાઉન્ડ ખાતે પુરૂષ ઉમેદવારોની તા. 21.01.2026  થી તા.13.03. 2026 સુધી તથા ચાર ગ્રાઉન્ડ ખાતે મહિલા ઉમેદવારો અને માજી સૈનિક ઉમેદવારોની તા.21 .01. 2026 થી તા. 06.03.2026  સુધી શારીરિક કસોટી યોજવામાં આવશે. 

જેમાં દરેક ગ્રાઉન્ડ ઇન્ચાર્જ તરીકે નાયબ પોલીસ મહાનિરીક્ષક / પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી અને તેઓની સાથે મદદમાં 90 કરતા વધુ પોલીસ સ્ટાફની નિમણૂંક કરવામાં આવી છે. ઉપરાંત દરેક ગ્રાઉન્ડ ના સુપરવિઝન અધિકારી તરીકે DIGP/IGP કક્ષાના અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે. શારીરિક કસોટીમાં હાજર રહેનાર તમામ ઉમેદવારોનું બાયોમેટ્રીક રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે.  શારીરિક કસોટીની તમામ પ્રક્રિયા CCTV કેમેરાની નજર હેઠળ કરવામાં આવશે.   

આ ઉપરાંત પુરૂષ ઉમેદવારોએ 5000  મીટરની દોડ 25  મીનીટમાં, મહિલા ઉમેદવારોએ 1600  મીટરની દોડ 9 મીનીટ 30 સેકન્ડમાં અને માજી સૈનિક ઉમેદવારોએ 2400  મીટરની દોડ 12 મીનીટ 30  સેકન્ડમાં પુરી કરવાની રહેશે. જ્યારે  અનુસુચિત જનજાતિ(ST)ના પુરૂષ ઉમેદવારની ઉંચાઇ 162 સે.મી. અને અનુસુચિત જનજાતિ(ST) સિવાયના પુરૂષ ઉમેદવારની ઉંચાઇ 165 સે.મી. હોવી જોઇએ.