દાવોસ: સ્વીત્ઝરલૅન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે “બોર્ડ ઓફ પીસ”નું અનાવરણ કર્યું છે, જેને 35 દેશોએ સમર્થન આપ્યું છે. આ દરમિયાન ટ્રમ્પે હમાસને શસ્ત્રો હેઠા મુકવા ચેતવણી આપી હતી. ટ્રમ્પે સ્વીકાર્યું કે રશિયા-યુક્રેન યુદ્ધ ઉકેલવું ખુબ મુશ્કેલ સાબિત થઇ રહ્યું છે.
દાવોસમાં હાઈ-પ્રોફાઇલ હસ્તાક્ષર સમારોહમાં વિશ્વના ઘણાં દેશના નેતાઓ અને વરિષ્ઠ રાજદ્વારીઓ હાજર રહ્યા હતાં. આ દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો કે રાષ્ટ્રપતિ તરીકે તેમના કાર્યકાળ દરમિયાન તેમણે અનેક યુદ્ધોનો અંત લાવ્યો છે. વધુ એક યુદ્ધનું સમાધાન ખૂબ જ ટૂંક સમયમાં જ થઇ જશે.
હમાસને ચેતવણી:
હમાસને ચેતવણી આપતા ટ્રમ્પે કહ્યું કે જો હમાસ શસ્ત્રો છોડવા માટે સંમત નહીં થાય, તો તેઓ ખતમ થઇ જશે. તેમણે કહ્યું ઉમેર્યું કે યુએસ સરકારને આગામી આગામી ત્રણ અઠવાડિયામાં ચોક્કસપણે ખબર પડી જશે કે હમાસ શરતોનું પાલન કરવાનો ઇરાદો ધરાવે છે કે નહીં.
આ રાષ્ટ્રોના વડા રહ્યા હાજર:
ટ્રમ્પે બહેરીન અને મોરોક્કોના નેતાઓ સાથે સાઈન ટેબલ પર સાઈન કરી હતી, ત્યાર બાદ અન્ય નેતાઓ હસ્તાક્ષર કરવા માટે આગળ આવ્યા હતા. આ દરમિયાન સરકારના વડાઓમાં આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જાવિઅર મિલેઈ, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો, પેરાગ્વેના રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેના, ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્ઝીયોયેવ, પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફ, આર્મેનિયન વડા પ્રધાન નિકોલ પાશિન્યાન અને અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હમ અલીયેવનો સમાવેશ થાય છે. ઇઝરાયલ, સાઉદી અરેબિયા, તુર્કી, આર્જેન્ટિના અને ઇન્ડોનેશિયાનો બોર્ડઅમ જોડવા તૈયારી બાતાવી છે, જ્યારે રશિયા બોર્ડમાં જોડાવા અંગે વિચારી કરી રહ્યું છે.
ભારતનું વલણ:
ભારતને બોર્ડમાં જોડાવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ સમારોહમાં હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ ભારતે અત્યાર સુધી આ પ્રસ્તાવ પર સ્વીકાર્યો નથી અને નકાર્યો પણ નથી.