Tue Jan 27 2026

Logo

White Logo

ન્યૂ ઝીલૅન્ડ સામેની શર્મનાક હાર બદલ ગૌતમ ગંભીરનો હુરિયો બોલાવાયો? હકીકત જાણી લો...

6 days ago
Author: Ajay Motiwala
Video

નાગપુર: ભારતીયો સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં અને હેડ-કોચ ગૌતમ ગંભીરના કોચિંગમાં ખેલાડીઓ અહીં ન્યૂ ઝીલૅન્ડ સામેની પાંચ મૅચવાળી ટી-20 સિરીઝની આજની પ્રથમ મૅચ (સાંજે 7.00 વાગ્યાથી) માટેની તૈયારીમાં વ્યસ્ત છે ત્યારે એક એવો દાવો કરવામાં આવ્યો છે કે તાજેતરમાં કિવીઓ વિરુદ્ધ ભારતીયો વન-ડે સિરીઝમાં 1-2થી હારી ગયા ત્યાર બાદ ગંભીરનો હુરિયો (Boos) બોલાવવામાં આવ્યો હોવાનો દાવો એક વીડિયો (Video)માં કરવામાં આવ્યો હતો. જોકે વીડિયો વિશેનું સત્ય (Fact check) પછીથી જાણવા મળ્યું હતું.

 

ન્યૂ ઝીલૅન્ડના ક્રિકેટરો ગયા અઠવાડિયે ભારતમાં પહેલી વાર વન-ડે શ્રેણી જીત્યા. 2024માં કિવીઓ ભારતની ધરતી પર પહેલી વખત ટેસ્ટ સિરીઝ (3-0થી) જીત્યા અને ત્યાર બાદ હવે વન-ડે શ્રેણીમાં પણ નવો ઇતિહાસ રચ્યો અને હવે ટી-20 સિરીઝમાં પણ એવું થઈ શકે એવી સંભાવના નકારી ન શકાય.

ભારત કિવીઓ સામે ટેસ્ટ અને વન-ડે શ્રેણી ગંભીરના કોચિંગ-કાળ દરમ્યાન જ હાર્યા છે. કહેવાય છે કે ગંભીરનો હુરિયો બોલાવવામાં આવ્યો હોય એ રીતે વીડિયોને એડિટ કરવામાં આવ્યો હતો. વીડિયો તો ઇન્દોર સ્ટેડિયમ (જ્યાં રવિવારે અંતિમ વન-ડે રમાઈ હતી જેમાં ભારત હાર્યું હતું)નો છે, પણ એમાં જે ઑડિયો અર્થાત જે અવાજ સંભળાઈ રહ્યો છે એ બીજા વીડિયોનો છે.

એવા અહેવાલો બહાર આવ્યા છે કે ઇન્દોરની ત્રીજી વન-ડેની હાર બાદ જે વીડિયો વાઇરલ થયો એમાંનો ઑડિયો ગયા વર્ષે સાઉથ આફ્રિકા સામેની ભારતની ટેસ્ટ સિરીઝની બીજી મૅચની હાર સમયનો છે. ટૂંકમાં, ઇન્દોરની વન-ડેના પરાજય પછીના વીડિયોમાં સાઉથ આફ્રિકા સામેના પરાજયવાળા વીડિયોના ઑડિયોને જોડી દેવામાં આવ્યો હતો.