Tue Jan 27 2026

Logo

White Logo

અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં હિંસક ખેલ: બેહરામપુરામાં પરિણીતા પર પૂર્વ પ્રેમીનો ચાકુથી હુમલો

5 days ago
Author: Vimal Prajapati
Video

અમદાવાદ: અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બેહરામપુરામાં એક હૃદયદ્રાવક ઘટના ઘટી છે. દાણીલીમડા પોલીસ સ્ટેશનના હદના બેહરામપુરા વિસ્તારમાં રસૂલ કડિયા ચાલીમાં રહેતી પરિણીતા પર પૂર્વ પ્રેમીએ હિંસક હુમલો કર્યો હતો. પીડિત તમન્ના મોહસીન શેખ પર જૂના પ્રેમી રહીમ ઉર્ફે નોમાન લતીફ શેખે ચાકુથી હુમલો કર્યો હતો. બુધવારે રાતના બનેલી ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો. 

દુકાને સામાન લેવા ગયેલી તમન્ના પાસે આવીને ‘તું એકલી ક્યાં ફરે છે, મારી સાથે વાત કેમ નથી કરતી?’ કહ્યું અને તમન્નાએ જવાબ ન આપ્યો તો ગુસ્સામાં આવેલા રહીમે પોતાની પાસે રાખેલું ચાકુ કાઢી તમન્ના પર ચાર વખત હિંસક હુમલો કર્યો હતો. આ ઘટના દુકાનના સીસીટીવીમાં કેદ થયા બાદ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.

રહીમ સાથે વાતચીત બંધ કરતા વિવાદ સર્જાયો હતો

તમન્નાના લગ્ન પહેલા જ શહબાઝ સાથે થયા હોવાનું કહેવાય છે. જોકે, થોડા સમય બાદ બંન્ને વચ્ચે તલાક થઈ ગયાં હતા, ત્યાર બાદ તમન્નાના બીજા લગ્ન સરખેજમાં રહેતા મોહસીન સાથે થયા હતા. કેટલાક સમય પહેલાં તમન્ના નાનીના ઘરે રહેતી હતી ત્યારે રહીમ સાથે મિત્રતા થઈ હતી. પરંતુ મોહસીન સાથે લગ્ન પછી તમન્નાએ રહીમ સાથે વાતચીત બંધ કરી દીધી. આથી બંને વચ્ચે કોર્ટમાં કેસ ચાલુ છે. તમન્ના માસીના ઘરે આવી હતી અને દુકાને સામાન લેવા ગઈ ત્યારે રહીમે તેના પર હુમલો કર્યો હતો. 

 

તમન્ના પર હુમલો કર્યાં બાદ રહીમ ત્યાથી ભાગી ગયો 

વધારે વિગતે વાત કરવામાં આવે તો, હુમલા પછી તમન્ના સ્તબ્ધ થઈ ગઈ અને આસપાસ ભાગદોડ મચી ગઈ હતાં. જો કે, તમન્ના પર હુમલો કર્યાં બાદ રહીમ ત્યાથી ભાગી ગયો હતાં, જ્યારે ઈજાગ્રસ્ત તમન્નાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ મામલે દાણીલીમડા પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે રહીમ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધી લેવામાં આવી છે. હવે આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.