Tue Jan 27 2026

Logo

White Logo

ઉત્તરાખંડમાં  હવામાન બદલાયું,  કેદારનાથ ધામ સહિત ઉંચાઇવાળા વિસ્તારમાં હિમવર્ષા

9 hours ago
Author: Chandrakant Kanojia
Video

દહેરાદૂન : દેશના અનેક રાજ્યોમાં હવામાન અચાનક બદલાઈ ગયું છે. જાન્યુઆરીના છેલ્લા દિવસોમાં તીવ્ર ઠંડી જોવા મળી છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી આગામી 24 કલાકમાં ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ, કરા અને ભારે પવન ફૂંકાશે. જે અંતર્ગત ઉત્તરાખંડમાં પણ  હવામાન બદલાયું છે.જેમાં રાજધાની દહેરાદૂનમાં ભારે વરસાદ પડ્યો છે. તેમજ  પવિત્ર કેદારનાથ ધામ સહિત ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાને કારણે તીવ્ર ઠંડી પડી રહો છે.  હવામાન વિભાગે આજે રાજ્ય માટે ઠંડીનું  ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 


રૂપકુંડ, નંદા ઘુઘુટી અને ત્રિશૂલમાં સતત હિમવર્ષા

આ ઉપરાંત કેદારનાથ ધામ અને તેની આસપાસ  ગત મોડી રાતથી  પર્વતો પર હળવી હિમવર્ષા થઈ રહી છે. જ્યોતિર્મઠ વિસ્તારમાં પણ હવામાન બદલાયું છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાને કારણે તીવ્ર ઠંડી પડી છે. મંગળવારે હવામાને ફરી એકવાર પલટો આવ્યો છે. જે આકાશ વાદળોથી ઢંકાઈ ગયું હતું અને ઊંચા શિખરો પર હિમવર્ષા શરૂ થઈ ગઈ હતી. રૂપકુંડ, નંદા ઘુઘુટી અને ત્રિશૂલમાં સતત હિમવર્ષા ચાલુ છે.

વહીવટીતંત્રે તાત્કાલિક અસરથી શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો 


હવામાન વિભાગે આજે 27 જાન્યુઆરીએ દહેરાદૂનમાં ઓરેન્જ એલર્ટની  આગાહી કરી છે. આ પ્રદેશમાં ભારે વરસાદ અને હિમવર્ષા  થવાની શક્યતા છે.  આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને  જિલ્લા વહીવટીતંત્રે તાત્કાલિક અસરથી શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ આદેશ ફક્ત દહેરાદૂન જિલ્લામાં લાગુ પડે છે અને અન્ય જિલ્લાઓમાં શાળાના સંચાલનને અસર કરશે નહીં. વહીવટીતંત્રે વાલીઓને અપીલ કરી છે કે તેઓ તેમના બાળકોને ઘરે સુરક્ષિત રાખે અને ભવિષ્યમાં હવામાન ચેતવણીઓ પર ધ્યાન રાખે.