નવી દિલ્હી : યુનિવર્સિટી ગ્રાંટ કમિશન (યુજીસી) દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નોટિફિકેશનનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. જેમાં યુજીસીની નવી ગાઈડલાઇન્સમા જાતિ આધારિત ભેદભાવને લઇને પડકારવામાં આવી છે. જેમાં અરજદારનો આરોપ છે કે કેટલીક પસંદગીની યુનિવર્સિટીઓને
તેમાંથી બાકાત રાખવામાં આવી છે. જે સમાવેશી વિકાસના સિધ્ધાંતની વિરુદ્ધ છે.
યુજીસી બિનઅનામત ઉમેદવારો અને શિક્ષકોને સુરક્ષા પૂરી પાડવામાં નિષ્ફળ
આ અંગે યુજીસીએ હાલમાં જ એક નોટિફીકેશન બહાર પાડ્યું છે. તેની બાદ આ નોટિફિકેશનને સુપ્રીમ કોર્ટના પડકારવામાં આવ્યું છે. આ નોટિફિકેશનના નિયમ 3( સી) હેઠળ યુજીસી બિનઅનામત ઉમેદવારો અને શિક્ષકોને સુરક્ષા પૂરી પાડવામાં નિષ્ફળ ગયું છે. આ અંગે વિનીત જિંદાલે યુજીસીના આ નિયમો સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમનો આરોપ છે કે યુજીસી જાતિના આધારે ભેદભાવ કરે છે.
જાતિ ભેદભાવની વ્યાખ્યા પર પુનર્વિચાર કરવાની અપીલ કરી
યુજીસીની જાતિ ભેદભાવની વ્યાખ્યા ફક્ત એસસી, એસટી અને ઓબીસી શ્રેણીઓને જ લાગુ પડે છે. જેમાં સામાન્ય શ્રેણીના ઉમેદવારોને સંપૂર્ણપણે અવગણવામાં આવે છે. સામાન્ય શ્રેણીના ઉમેદવારોને પણ જાતિના આધારે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વિનીત જિંદાલે પોતાની અરજીમાં કેન્દ્ર સરકાર અને યુજીસીને સમાન તક કેન્દ્રો, એક સામાન્ય હેલ્પલાઇન નંબર અને બધા ઉમેદવારો માટે લોકપાલ મિકેનિઝમ સ્થાપિત કરવા નિર્દેશ આપતો વચગાળાનો આદેશ માંગ્યો છે. તેમણે જાતિ ભેદભાવની વ્યાખ્યા પર પુનર્વિચાર કરવાની અપીલ કરી છે.
યુજીસીનું નવું નોટિફિકેશન
યુજીસીએ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન આપવાના નિયમો 2026 જાહેર કર્યા છે. આ નિયમ હેઠળ ચાર મુખ્ય આદેશો જાહેર કરવામાં આવ્યા છે.
1. દરેક યુનિવર્સિટી/કોલેજમાં સમાનતા સમિતિઓ અને સમાનતા સ્વકોડની રચના કરવામાં આવશે.
2. બધી સંસ્થાઓમાં 24x7 હેલ્પલાઇન અને ફરિયાદ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે.
3. SC અને ST શ્રેણીના ઉમેદવારોને સંસ્થામાં સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવામાં આવશે.
4 . આ નિયમોનું ઉલ્લંઘન કરનારાની સંસ્થાઓની માન્યતા રદ કરવામાં આવશે અથવા ગ્રાન્ટ પર રોક લગાવવામાં આવશે.