ગાંધીનગર/નવી દિલ્હીઃ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રાજ્યના 2 IPSને રાષ્ટ્રપતિ ચંદ્રક, 14 પોલીસ કર્મીને પ્રશંસનીય સેવા મેડલ મળી કુલ 16 રક્ષકોને પ્રશંસનીય સેવા મેડલ એનાયત કરાશે. ગુજરાતના IPS અધિકારીઓ નિપુર્ણા તોરવણે અને શૈલેષસિંહ રઘુવંશીને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરાશે.
રાજ્યના 14 પોલીસ અધિકારીઓને પ્રશંસનીય સેવા મેડલ એનાયત કરાશે. IG પ્રવિણસિંહ મલ, IG અશ્વીન ચૌહાણ, એસપી મયુર ચાવડા, એસપી ધર્મેન્દ્ર દેસાઈ, ACP ઘનશ્યામસિંહ સરવૈયા, PSI વસંત પરમાર, PSI સંજય પાટિલ, હેડ કોંસ્ટેબલ શનાભાઈ પરમાર, ASI સુનિલ દેસલે,ASI ગિરિશ દેસાઈ, PSI ક્રિપાલસિંહ રાણા, ASI લાલસિંહ વિહોલ, PSI વિષ્ણુભાઈ દેસાઈ, ASI અરવિંદ તડવીને પ્રશંસનીય સેવા મેડલ એનાયત કરાશે.
આ સન્માન રાજ્યના વિવિધ ભાગોમાં કાયદો અને વ્યવસ્થા, આતંકવાદ વિરોધી કામગીરી, આપત્તિ રાહત અને સુધારાત્મક સેવાઓમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા કર્મચારીઓને આપવામાં આવ્યા છે. પ્રશંસનીય સેવા મેડલ એવા કર્મચારીઓને આપવામાં આવે છે જેઓ સંસાધનોની મર્યાદાઓ અને મુશ્કેલ પરિસ્થિતિઓ છતાં ફરજ પ્રત્યે અસાધારણ સમર્પણ દર્શાવે છે. જ્યારે વીરતા ચંદ્રકો જીવ બચાવવા, ગુના અટકાવવા અથવા ગુનેગારોને પકડતી વખતે અસાધારણ હિંમત દર્શાવવા બદલ આપવામાં આવે છે.