મુંબઈઃ ગણતંત્ર દિવસ પર બોર્ડર 2 ફિલ્મે તોતિંગ કમાણી કરી હતી. ઓપનિંગ ડે પર જ આ ફિલ્મે ટંકશાળ પાડી હતી અને રોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. ગણતંત્ર દિવસ એટલે કે 26 જાન્યુઆરીના રોજ ફિલ્મે ચાર મોટી ફિલ્મોને ધોબી પછડાટ આપી હતી. જોકે તેમ છતાં શાહરૂખ ખાનની પઠાણને પછાડી શકી નહોતી.
રિપબ્લિક ડે પર કેટલું કર્યું કલેકશન
બોર્ડર 2 ફિલ્મે 26 જાન્યુઆરી એટલે કે રિપબ્લિક ડે પર 59 કરોડનું કલેક્શન કર્યું હતું. જે તેના ત્રીજા દિવસના કલેકશન કરતાં 8.26 ટકા વધારે હતું. બોર્ડર 2નું દેશભરમાં કુલ કલેકશન 177 કરોડ રૂપિયા થઈ ગયું છે. જ્યારે ગ્રોસ કલેકશન 212.2 કરોડ રૂપિયા છે.
ગણતંત્ર દિવસ પર આ ફિલ્મોને રાખી પાછળ
બોર્ડર-2 ફિલ્મએ ગણતંત્ર દિવસ પર કમાણી મામલે ચાર મોટી ફિલ્મોને ધોબી પછડાટ આપી હતી. જેમાં ફાઈટર, પદ્માવત, રઈસ અને અગ્નિપથ જેવી ફિલ્મો સામેલ છે. જોકે શાહરૂખ ખાનની પઠાણેને પછાડી શકી નહોતી. પઠાણ ફિલ્મે ગણતંત્ર દિવસ પર 68 કરોડ રૂપિયાનો વકરો કર્યો હતો.
પઠાણઃ 68 કરોડ (બીજો દિવસ)
બોર્ડર 2: 56 કરોડ (ચોથો દિવસ)
ફાઈટરઃ 39.50 કરોડ (બીજો દિવસ)
પદ્માવતઃ 32 કરોડ (બીજો દિવસ)
રઈસઃ 26.30 કરોડ (બીજો દિવસ)
અગ્નિપથઃ 22.80 કરોડ (પ્રથમ દિવસ)
બોર્ડર 2નું વર્લ્ડવાઈડ કલેકશન
બોર્ડર 2 ફિલ્મ વર્લ્ડવાઈડ 239.2 કરોડની કમાણી કરી લીધી છે. જેમાં ઓવરસીઝથી થયેલી 27 કરોડની કમાણી પણ સામેલ છે.
કેટલા કરોડના ખર્ચે બનેલી છે ફિલ્મ
બોર્ડર 2 ફિલ્મ 275 કરોડના ખર્ચે બની છે. દેશભરના 4800 સ્ક્રીન્સ પર 17000 શો સાથે રજૂ થઈ છે. લોકોની માંગના કારણે કેટલાક શહેરમાં ફિલ્મના શો વધારવામાં આવ્યા છે. આ ફિલ્મમાં સની દેઓલ, વરૂણ ધવન, દિલજીત દોસાંજ અને અહાન શેટ્ટી લીડ રોલમાં છે. ફિલ્મનું ટ્રેલર અને ગીત આવ્યા બાદ તેને મિશ્ર પ્રતિભાવ સાંપડ્યો હતો. જેનું એક કારણે 29 વર્ષ પહેલા આવેલી બોર્ડર ફિલ્મ હતી, લોકોએ આ ફિલ્મ સાથે તુલના કરતા બોર્ડર 2 થોડી નબળી લાગતી હતી. પરંતુ રિલીઝ થતાં જ સ્ટોરી અને કલાકારોના અભિનેય દર્શકોનું દિલ જીતી લીધું હતું. અનેક જગ્યાએ લોકો ટ્રેકટર-ટ્રોલી ભરીને તથા ભારત માતા કી જયના નારા લગાવીને બોર્ડર 2 ફિલ્મ જોવા થિયેટરમાં પહોંચ્યા હતા.