Tue Jan 27 2026

Logo

White Logo

ભક્તિને નામે અશ્લીલતા: સુરતમાં સરસ્વતી પૂજાના કાર્યક્રમમાં ડાન્સથી વિવાદ

3 days ago
Author: MayurKumar Patel
Video

સુરતઃ ઉત્તર પ્રદેશ અને બિહારમાં ધાર્મિક કાર્યક્રમોમાં ફિલ્મી ગીતો પર અશ્લીલ નૃત્યના વીડિયો ઘણીવાર વાયરલ થાય છે ત્યારે આવી જ ઘટના સુરતમાં પણ સામે આવી છે. સુરત શહેરમાં પરપ્રાંતીયો મોટી સંખ્યામાં વસે છે. વિવિધ અવસર પર તેમના દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. વસંતપંચમીના અવસર વેસુમાં એક ઘાર્મિક કાર્યક્રમમાં મહિલાઓએ સ્ટેજ પર ઠુમકા લગાવતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

મળતી વિગત પ્રમાણે, આનંદ પાર્ક સોસાયટીમાં વસતપંચમીના દિવસે માતા સરસ્વતીની આરાધના માટે કાર્યક્રમનું  આયોજન થયું હતું.આ દરમિયાન મંચ પરથી મહિલાઓ દ્વારા અશ્લીલ ડાન્સ અને ઠુમકાઓ લગાવવામાં આવતાં ત્યાં હાજર લોકો ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા. આ પ્રકારના આયોજનથી બાળકોના કુમળા માનસ પર અસર પડી શકે છે તેને લઈ સોસાયટીના જાગૃત નાગરિકોએ નારાજગી વ્યક્ત કરી હતી. 

લોકોએ જાહેરમાં આ પ્રકારે મર્યાદા ઓળંગનારા આયોજકો સામે કડક પગલાં લેવા જોઈએ તેવી માગ કરી હતી.  ધર્મના નામે અધર્મ ફેલાવતા આવા તત્વો સામે દાખલો બેસે તેવી કાર્યવાહીની અપેક્ષા જનતા રાખી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ આવી બે ઘટના સામે આવી હતી. ભરૂચનાં અંકલેશ્વરમાં મીરાનગરમાં આયોજિત ગણેશ મહોત્સવમાં ભોજપુરી ગીતો પર ડાન્સર યુવતીઓને બોલાવી અશોભનીય ડાન્સ કરાવ્યો હતો. આ બનાવનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં ડાન્સર યુવતીઓ ભોજપુરી ગીતો પર ઠુમકા લગાવતી અને આસપાસનાં લોકો ડાન્સર પર રૂપિયા ઉડાડતા નજરે પડ્યા હતા.

આ ઉપરાંત અંબાજીના પ્રખ્યાત ભાદરવી પૂનમ મેળામાં  અશ્લીલ નૃત્યનો વીડિયો વાયરલ થયો હતો.