મિનિયાપોલિસ: યુએસના મિનેસોટા રાજ્યના મિનિયાપોલિસમાં ઇમિગ્રેશન એજન્ટો દ્વારા એક મહિનાની અંદર બીજા યુએસ નાગરિકનો હત્યા થતા દેશભરમાં હોબાળો મચી ગયો છે. 7 જાન્યુઆરીના રોજ ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ(ICE) એજન્ટોએ રેની ગુડ નામની કવિયત્રીની માથામાં ગોળી મારીને જાહેરમાં હત્યા કરી હતી, જેના વિરોધમાં થઇ રહેલા પ્રદર્શનો દરમિયાન એજન્ટોએ 37 વર્ષીય એલેક્સ પ્રેટીની હત્યા કરી.
દેશભરમાં વિરોધ:
એલેક્સ પ્રીટ્ટીની હત્યા સમયનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. મિનિયાપોલિસ શહેરમાં ICE વિરુદ્ધ મોટા પાયે વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. સેંકડો પ્રદર્શનકારીઓ એકઠા થઇને ICE વિરુદ્ધ નારા લગાવી રહ્યા છે અને કેટલાક સ્થળોએ આગચંપી પણ કરવામાં આવી હતી. માસ્ક પહેરેલા ICE એજન્ટોએ ટીયર ગેસ અને સ્ટન ગ્રેનેડથી લોકોને વિખેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ન્યૂ યોર્ક, વોશિંગ્ટન ડીસી અને સાન ફ્રાન્સિસ્કો જેવા યુસના પ્રમુખ શહેરો સહીત અનેક શહેરોમાં લોકોનો રોષ ફાટી નીકળ્યો છે.
એલેક્સ જેફરી પ્રીટી યુએસ નાગરિક હતો અને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ વેટરન્સ અફેર્સમાં કારતો હતો, તે મૂળ જન્મ ઇલિનોઇસનો વાતની હતો. તે મિનિયાપોલિસમાં રેની ગુડની હત્યા બાદ થઇ રહેલા વિરોધ પ્રદર્શનોમાં ભાગ લઇ રહ્યો હતો. કોર્ટના દસ્તાવેજો દર્શાવે છે કે એલેક્સનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી.
આ હત્યા બાદ ઘટના સ્થળે પ્રદર્શનકારીઓ પહોંચી ગયા હતાં. લોકોએ ICE વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા. રેની ગુડની યાદમાં પણ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
સરકારનો લૂલો બચાવ:
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ એજન્ટોની કાર્યવાહીને યોગ્ય ઠેરવતા કહ્યું કે એલેક્સ હેન્ડગન લઈને એજનન્ટની નજીક આવ્યો હતો, એજન્ટોએ સ્વબચાવમાં ગોળીબાર કર્યો હતો.
જોકે આ ઘટનાના વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે એલેક્સનાં હાથમાં બંદૂકને નહીં પણ મોબાઇલ ફોન હતો. એજન્ટો જ્યારે અન્ય પ્રદર્શનકારીઓને પકડીને જમીન પર દબાવી દીધા હતાં ત્યારે એલેક્સે તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
વિડીયોમાં જોવા મળે છે એલેક્સ જમીન પર પડેલી મહિલાને મદદ કરી રહ્યો છે, એક એજન્ટે એલેક્સના ચહેરા પર પેપર સ્પ્રે છાંટ્યો. એક એજન્ટ એલેક્સ પીઠ પર હેન્ડગન તાકીને ચાર ગોળીઓ મારે છે.
#BREAKING: New video angle shows struggle before Border Patrol agents open fire. pic.twitter.com/YFC2kCIfAa
— Insider Wire (@InsiderWire) January 24, 2026