જ્યોતિષશાસ્ત્રમાં ગજકેસરી યોગને રાજયોગ સમાન માનવામાં આવે છે. જ્યારે કુંડળીમાં ગુરુ અને ચંદ્રની યુતિ થાય છે, ત્યારે આ અત્યંત ફળદાયી યોગનું નિર્માણ થાય છે. 29મી જાન્યુઆરી 2026ના રોજ મિથુન રાશિમાં ગુરુ અને ચંદ્રના મિલનથી આ શુભ યોગ રચાઈ રહ્યો છે, જે જયા એકાદશીના પવિત્ર દિવસને વધુ ખાસ બનાવશે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 29મી જાન્યુઆરીથી 31 જાન્યુઆરી 2026 સુધીનો સમયગાળો મેષથી મીન રાશિના જાતકો માટે એક વિશેષ ઉર્જા લઈને આવશે. મિથુન રાશિમાં પહેલેથી બિરાજમાન ગુરુ સાથે જ્યારે ચંદ્રનો સંયોગ થશે, ત્યારે 'ગજકેસરી યોગ' બનશે. ગજ એટલે હાથી અને કેસરી એટલે સિંહ; આ યોગ જે વ્યક્તિની રાશિમાં બને છે તેને હાથી જેવું ઐશ્વર્ય અને સિંહ જેવી શક્તિ પ્રાપ્ત થાય છે.
વૃષભઃ
વૃષભ રાશિના જાતકો માટે આ યોગ કોઈ વરદાનથી ઓછો નથી. આ સમયે તમને એક કરતાં વધુ માધ્યમો દ્વારા ધન પ્રાપ્તિના યોગ છે. લાંબા સમયથી ચાલી આવતી આર્થિક તંગી દૂર થશે. જે લોકો વિદેશ જવાના પ્રયત્નો કરી રહ્યા છે, તેમનું સપનું આ સમયગાળામાં પૂરું થઈ શકે છે. મા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર રહેશે. સંતાન તમારી અપેક્ષા પર ખરું ઉતરશે, જેને કારણે તમારું મન પ્રસન્ન રહેશે.
કન્યાઃ
કન્યા રાશિના જાતકો માટે આ સમય સફળતાના નવા શિખરો સર કરવાનો છે. વેપારીઓ માટે કોઈ મોટી અને ફાયદાકારક ડીલ ફાઈનલ થઈ શકે છે. રોકાણ કરવા માટે આ સૌથી શ્રેષ્ઠ સમય છે. જો તમે જૂના દેવાથી પરેશાન હોવ, તો આ યોગના પ્રભાવથી તમને તેમાંથી મુક્તિ મળી શકે છે. નસીબનો પૂરેપૂરો સાથ મળશે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે.
ધનઃ
ગુરુની પોતાની રાશિ ગણાતી ધન રાશિના લોકો માટે આ પરિવર્તન અત્યંત લાભદાયી રહેશે. નોકરી કરતા જાતકોના પગારમાં વધારો થઈ શકે છે અથવા નવી અને સારી નોકરીની ઓફર મળી શકે છે. બિઝનેસ કરી રહેલાં જાતકોને આ સમયે બિઝનેસમાં મોટો નફો થઈ રહ્યો છે. આ સમયે તમારી પ્રગતિમાં તમને તમારા માતા-પિતાનો સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો.
કુંભઃ
કુંભ રાશિના જાતકો માટે 29મી જાન્યુઆરીથી 31મી જાન્યુઆરીનો સમયગાળો ગોલ્ડન પિરિયડ સાબિત થશે. જો તમે નવું વાહન કે મિલકત ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમય અત્યંત અનુકૂળ છે. આ ત્રણ દિવસોમાં તમે જે પણ મહત્વનું કામ હાથમાં લેશો, તેમાં સફળતા મળવાની સંભાવના સૌથી વધુ રહેશે. સંપત્તિના મામલામાં મોટો ફાયદો થઈ શકે છે.