જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ફેબ્રુઆરી ૨૦26નો મહિનો ગ્રહોની નક્ષત્ર બદલાતી ચાલને કારણે અત્યંત વિશેષ રહેવાનો છે. આ મહિનામાં ગ્રહોના રાજા સૂર્ય, ગ્રહોના રાજકુમાર બુધ અને વૈભવના કારક શુક્ર જેવા મહત્વના ગ્રહોના ગોચરને કારણે અનેક રાશિઓના જીવનમાં સકારાત્મક પરિવર્તનો આવી રહ્યા છે, પરંતુ આ બધામાં પણ મેષ, મિથુન, તુલા અને કુંભ રાશિના જાતકો માટે આ મહિનો કોઈ વરદાનથી ઓછો નથી સાબિત થવાનો.
મુંબઈના જાણીતા જ્યોતિષાચાર્યએ ટૂંક સમયમાં શરૂ થનારા ફેબ્રુઆરી મહિનામાં ગ્રહોની શુભ સ્થિતિને કારણે કેટલીક રાશિઓના જીવનમાં આર્થિક ઉન્નતિ અને કરિયરમાં મોટી સિદ્ધિઓના યોગ બની રહ્યા છે. આ ચાર રાશિઓ માટે આ મહિનો 'ગોલ્ડન પીરિયડ' સાબિત થવાનો છે. આ સમયે અમુક રાશિના જાતકોને ભાગ્યનો સાથે મળવાની સાથે સાથે આર્થિક લાભ પણ થઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ...
મેષઃ
મેષ રાશિના જાતકો માટે શરૂ થઈ રહેલો ફેબ્રુઆરી મહિનો અદભૂત સફળતા લઈને આવશે. લાંબા સમયથી જે પ્રમોશન કે ઇન્ક્રીમેન્ટની તમે રાહ જોઈ રહ્યા હતા, તે આ મહિને મળી શકે છે. જૂના રોકાણોમાંથી અણધાર્યો નફો થશે અને આવકના નવા સ્ત્રોત ઉભા થશે. સરકારી પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે આ સમય ખૂબ જ અનુકૂળ સાબિત થવાનો છે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે.
મિથુનઃ
મિથુન રાશિના જાતકો માટે આ મહિનો વેપારમાં નવી ઊંચાઈઓ સર કરવાનો રહેશે. ઉદ્યોગપતિઓને કોઈ મોટો આંતરરાષ્ટ્રીય અથવા સ્થાનિક સોદો મળી શકે છે, જે આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે.પૂર્વજોની મિલકત કે વારસામાંથી મોટો લાભ મળવાની શક્યતા છે. કાર્યસ્થળ પર તમારી નેતૃત્વ શક્તિની પ્રશંસા થશે. કામના સ્થળે તમને ઉપરી અધિકારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યું છે.
તુલાઃ
તુલા રાશિના જાતકો માટે શરૂ થનારો આ ફેબ્રુઆરી મહિનો વૈભવી જીવન અને નવી તકોનો સાક્ષી બનશે. બેરોજગાર જાતકોને નવી અને પ્રતિષ્ઠિત નોકરીની ઓફર મળી શકે છે. શેરબજાર અને પ્રોપર્ટીમાં કરેલું રોકાણ ફાયદાકારક રહેશે. ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે અને પરિવાર સાથે વિદેશ કે ધાર્મિક યાત્રાના યોગ બની રહ્યા છે.
કુંભઃ
કુંભ રાશિના જાતકો માટે ફેબ્રુઆરી મહિનો સુવર્ણકાળ સમાન સાબિત થવાનો છે. જો તમે લાંબા સમયથી પોતાનો નવો વ્યવસાય કે સ્ટાર્ટઅપ શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ, તો આ મહિનો તમારા એ વિચારોને અમલમાં મૂકવા માટે એકદમ શ્રેષ્ઠ સમય છે. અચાનક નાણાકીય લાભ થવાની પ્રબળ શક્યતાઓ છે. તમારો આત્મવિશ્વાસ સાતમા આસમાને હશે અને વિદેશ જવાના સપના સાકાર થઈ શકે છે.