જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોનું ગોચર અને તેમની વચ્ચે બનતી યુતિ કે દ્રષ્ટિ સંબંધ વિશેષ મહત્વ ધરાવે છે. 2026નું વર્ષ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું રહેશે, કારણ કે આ વર્ષની શરૂઆતથી જ અનેક મહત્ત્વના ગ્રહો હિલચાલ કરીને શુભાશુભ, દુર્લભ યોગ બનાવી રહ્યા છે. ટૂંક સમયમાં જ ફેબ્રુઆરી મહિનો શરૂ થઈ રહ્યો છે અને આ ફેબ્રુઆરી મહિનામાં પણ એક મહત્ત્વનો યોગ બની રહ્યો છે, જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થઈ રહ્યા છે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર પહેલી ફેબ્રુઆરી, 2026ના એક દુર્લભ સંયોગ સર્જાવા જઈ રહ્યો છે. જ્યારે ન્યાયના દેવતા શનિ અને સુખ-વૈભવના દાતા શુક્ર એકબીજાથી ૪૦ ડિગ્રીના અંતરે બિરાજમાન થશે, ત્યારે ચાલીસા યોગનું નિર્માણ થશે. ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં બની રહેલો આ ચાલીસા યોગ વ્યક્તિને શિસ્તમાં રહીને આગળ વધવાની પ્રેરણા આપે છે. જ્યોતિષીઓના મતે, આ યોગથી જીવનમાં સ્થાયી ખુશીઓ આવશે અને આર્થિક મુશ્કેલીઓનો અંત આવશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
વૃષભઃ
ફેબ્રુઆરી મહિનામાં બની રહેલો આ ચાલીસા યોગ વૃષભ રાશિના જાતકો ખૂબ જ લાભદાયી રહેવાનો છે. આ સમયે તમને તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળી રહ્યું છે. આ સમયગાળો અત્યંત ફળદાયી રહેશે. શુક્રના પ્રભાવથી નવા પ્રણય સંબંધો કે લગ્નના યોગ બની શકે છે. નાણાકીય બાબતોમાં અણધારી સફળતા મળશે અને વેપારમાં મોટો આર્થિક લાભ થવાની શક્યતા છે.
કન્યાઃ
કન્યા રાશિના જાતકો માટે ચાલીસા યોગ સકારાત્મક ઉર્જા લઈને આવશે. લાંબા સમયથી જે કામો અટકી પડ્યા હતા તે પણ આ સમયે પૂરા થઈ રહ્યા છે. જો કોઈ જૂની બીમારી કે સમસ્યા સતાવી રહી હશે તો તેમાંથી પણ તમને મુક્તિ મળી રહી છે. વેપારમાં લેવાયેલા સાહસિક નિર્ણયો આર્થિક રીતે ફાયદો કરાવી શકે છે.
તુલાઃ
તુલા રાશિના જાતકો માટે ટૂંક સમયમાં ચાલુ થનારો ફેબ્રુઆરી મહિનો પ્રગતિની નવી નવી તકો લઈને આવશે. આ સમયે તમારી મહેનત રંગ લવશે અને કાર્યસ્થળ પર તમારા પદ અને પ્રતિષ્ઠા બંનેમાં વૃદ્ધિ થઈ રહી છે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે અને જે પ્રોજેક્ટ્સ અધૂરા હતા તે આ મહિને પૂરા થશે, જેનાથી આર્થિક મજબૂતી આવશે.
મકરઃ
શનિ મકર રાશિનો સ્વામી હોવાથી આ યોગ તમારા માટે વરદાન સમાન રહેશે. નોકરી કે બિઝનેસમાં ચાલી રહેલી પરેશાનીઓ દૂર થશે. આ સમયે પૈસાની ખેંચ અનુભવાશે નહીં અને કોઈ નવું કાર્ય શરૂ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે. સમજી-વિચારીને કરેલું રોકાણ બમણો લાભ આપશે.
કુંભઃ
કુંભ રાશિના જાતકો માટે ચાલીસા યોગ ભાગ્ય પલટી નાખનારો સાબિત થઈ શકે છે. કામના સ્થળે આ સમયે તમને નવી અને મોટી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે, જે ભવિષ્યમાં પ્રગતિ અપાવશે. આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત બનશે અને જે લોકો વિદેશ જવા ઈચ્છે છે તેમના માટે આ યોગ સફળતાના માર્ગ ખોલશે.