અમદાવાદઃ વડોદરા શહેર પોલીસે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિનને ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસમાં પકડ્યો હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી હતી. શહેરના જૂના પાદરા રોડ વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે જેકોબે દારૂના નશામાં ચૂર થઈ ત્રણ હાનને ટક્કર મારી હતી.
અહીંની પુનિત નગરમાં સોસાયટીમાં પાર્ક કરેલી ત્રણ કારને ધડાકાભેર ટક્કર મારવામાં આવતા મોટો અવાજ થતા લોકો ઘર બહાર દોડી આવ્યા હતા.આ બનાવ અંગે અકોટા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે નશામાં ધૂત કારચાલકને પકડ્યો હતો. ત્યારબાદ ધ્યાનમાં આવ્યું હતું કે આ પૂર્વ ક્રિકેટર છે.
Akota Police Station Vadodara
પોલીસે હાલમાં તેને ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં પકડ્યો છે અને આગળની કાર્યવાહી આગળ ધરી હોવાનુ સૂત્રોએ જણાવ્યું હતું.