મેષ:
આજે રવિવારનો દિવસ મેષ રાશિના જાતકો માટે આનંદદાયક સાબિત થશે. પરિવાર સાથે કોઈ પિકનિક કે ટૂંકા પ્રવાસનું આયોજન થઈ શકે છે, જેનાથી માનસિક તાજગી અનુભવાશે. આર્થિક દ્રષ્ટિએ દિવસ સામાન્ય છે, પરંતુ જૂના મિત્રો સાથેની મુલાકાત કોઈ નવી તક લાવી શકે છે. ઘરના કામકાજમાં જીવનસાથીનો પૂરો સહયોગ મળશે. સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, પરંતુ બહારના ખાનપાનમાં સંયમ રાખવો જરૂરી છે. સાંજનો સમય ધાર્મિક કાર્યોમાં વિતાવવાથી મન શાંત રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં કોઈ સમસ્યા આવી રહી હશે તો એ માટે શિક્ષક સાથે વાત કરવી પડશે.
વૃષભ:
વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ આરામ અને સ્વ-ચિંતન માટે ઉત્તમ છે. અઠવાડિયાના થાક પછી આજે તમે પરિવાર સાથે નિરાંતની પળો માણી શકશો. આર્થિક બાબતોમાં કોઈ મોટો નિર્ણય લેતા પહેલા વડીલોની સલાહ લેવી હિતાવહ રહેશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં રુચિ વધશે અને પેન્ડિંગ કામો પૂરા થશે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે અને પાર્ટનર સાથેની ગેરસમજ દૂર થશે. સ્વાસ્થ્યની બાબતમાં પેટને લગતી નાની તકલીફ થઈ શકે છે, તેથી હળવો ખોરાક લેવો તમારા માટે હિતાવહ રહેશે.
મિથુન:
મિથુન રાશિના જાતકો આજે સામાજિક રીતે ખૂબ સક્રિય રહેશે. કોઈ સાર્વજનિક કાર્યક્રમ કે સમારોહમાં હાજરી આપવાના યોગ છે, જ્યાં નવા પ્રભાવશાળી લોકો સાથે ઓળખાણ થશે. વેપારમાં રોકાણ માટે દિવસ અનુકૂળ છે. ભાઈ-બહેનો સાથેના સંબંધોમાં સુધારો આવશે અને કોઈ જૂનો વિવાદ ઉકેલાશે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી અને ઉતાવળ કરવી નહીં. મનમાં નવા વિચારો આવશે જે ભવિષ્યમાં કરિયર માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આજે તમારે તમારી વાણી અને વર્તન બંને પર કાબૂ રાખવો પડશે, નહીં તો વાત વણસી શકે છે.
કર્ક:
કર્ક રાશિના જાતકોએ આજે પોતાના ખર્ચ પર કાબૂ રાખવો પડશે, નહીં તો મુશ્કેલી થવાની શક્યતા છે. આજે રજાના દિવસે શોપિંગ કે મનોરંજન પાછળ બજેટ કરતા વધુ ખર્ચ થઈ શકે છે, જે ભવિષ્યમાં ચિંતા વધારી શકે છે. પરિવારમાં કોઈ સભ્યની જીદને કારણે થોડો તણાવ અનુભવાય શકે છે, પરંતુ ધીરજથી કામ લેવું. કાર્યસ્થળના પેન્ડિંગ કામો પૂરા કરવા માટે થોડો સમય ફાળવવો પડશે. સ્વાસ્થ્ય બાબતે જાગૃત રહેવું અને પૂરતો આરામ લેવો. જીવનસાથી સાથે ભાવનાત્મક જોડાણ વધશે. લોહીના સંબંધોમાં પણ મજબૂતી આવી રહી છે.
સિંહ:
સિંહ રાશિના જાતકો માટે રવિવાર ઉત્સાહ અને નવી ઉર્જા લઈને આવશે. તમારી સર્જનાત્મક શક્તિ ખીલી ઉઠશે અને તમે કોઈ નવો શોખ પૂરો કરી શકશો. સંતાનો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે, જેનાથી ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. વેપારમાં અણધાર્યો લાભ થવાની સંભાવના છે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને લોકો તમારી સલાહની કદર કરશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને તમે આખો દિવસ કાર્યરત રહેશો. સાંજનો સમય સંગીત કે કળામાં વિતાવવો ગમશે. રાજકારણમાં આગળ વધી રહેલાં લોકોની મુલાકાત આજે કોઈ ખાસ વ્યક્તિઓ સાથે થશે, જેનાથી ભવિષ્યમાં લાભ થશે.
કન્યાઃ
કન્યા રાશિના જાતકો પર આજે રજાના દિવસે પણ કામનું ભારણ રહી શકે છે. ઘરની વ્યવસ્થા સુધારવામાં કે કોઈ જૂના પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં સમય જશે. આર્થિક આયોજન કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે, ભવિષ્યની બચત પર ધ્યાન આપવું. મનમાં કોઈ વાતને લઈને ઉચાટ રહી શકે છે, તેથી યોગ અને ધ્યાનનો સહારો લેવો. મિત્રો સાથેની વાતચીતથી કોઈ મુશ્કેલ પ્રશ્નનો ઉકેલ મળી શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો થશે, ખાસ કરીને માનસિક શાંતિ જળવાઈ રહેશે. કામની વ્યસ્તતા વચ્ચે પણ આજે તમાર માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે, નહીં તો સંબંધમાં ખટાશ આવી શકે છે.
તુલાઃ
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યશાળી સાબિત થશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઈ સમસ્યાનો આજે અંત આવશે. જીવનસાથી સાથેના સંબંધોમાં સુમેળ રહેશે અને તમે કોઈ મહત્વનો નિર્ણય સાથે મળીને લેશો. ધાર્મિક યાત્રા કે પર્યટન માટે દિવસ અનુકૂળ છે. આર્થિક રીતે તમે સુરક્ષિત અનુભવશો અને ક્યાંકથી અટકેલા નાણાં પરત મળી શકે છે. સામાજિક વર્તુળમાં તમારો પ્રભાવ વધશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ પીઠ કે કમરના દુખાવાથી સાવધ રહેવું પડશે. સંતાનને તમે આજે કોઈ જવાબદારી સોંપશો તો તે તેને સરળતાથી પૂરી કરી શકશે.
વૃશ્ચિક:
વૃશ્ચિક રાશિના જાતકોએ આજે થોડી સાવધાની રાખવાની જરૂર છે. નકારાત્મક વિચારોથી દૂર રહેવું અને કોઈની સાથે દલીલોમાં ન ઉતરવું. વાણી પરનો સંયમ તમને મોટી મુશ્કેલીમાંથી બચાવી શકે છે. આર્થિક વ્યવહારમાં કોઈ પર આંખો બંધ કરીને વિશ્વાસ ન રાખવો. પરિવાર સાથે સમય વિતાવવો અને મનને હળવું રાખવું. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ મહેનત કરવી પડશે. સ્વાસ્થ્ય બાબતે બેદરકારી ન રાખવી, ખાસ કરીને જૂની બીમારી ઉથલો મારી શકે છે. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી રાહત મળશે. જીવનસાથી સાથે આજે કોઈ જગ્યાએ ફરવા જઈ શકો છો અને હસી-ખુશી સમય પસાર કરશો.
ધન:
ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સુખદ રહેશે. જો તમે ભાગીદારીમાં કોઈ વેપાર કરો છો, તો આજે મોટો ફાયદો થઈ શકે છે. દાંપત્ય જીવનમાં પ્રેમ અને નિકટતા વધશે. અપરિણીત લોકો માટે લગ્નના સારા પ્રસ્તાવ આવી શકે છે. સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધશે અને માન-સન્માન મળશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને મિલકતમાં રોકાણના યોગ છે. સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે તાજગી અનુભવશો. મિત્રો સાથે કોઈ મનોરંજક પ્રવાસનું આયોજન થઈ શકે છે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે થશે અને વાત લગ્ન સુધી પહોંચશે.
મકર:
મકર રાશિના જાતકો માટે રવિવારનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. કાર્યક્ષેત્રમાં તમારા હરીફો તમારી સામે પરાસ્ત થશે. કોઈ જૂની કાયદાકીય મૂંઝવણનો ઉકેલ આવી શકે છે. આર્થિક રીતે ખર્ચમાં થોડો વધારો થશે, પરંતુ આવકના સ્ત્રોત પણ જળવાઈ રહેશે. પારિવારિક જવાબદારીઓ વધવાથી થોડો તણાવ અનુભવાય શકે છે. જીવનસાથીનો સહયોગ તમારા મનોબળને મજબૂત રાખશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, ખાસ કરીને મોસમી બીમારીઓથી સાવધ રહેવું. શનિદેવની આરાધના ફળદાયી રહેશે. લાંબા સમય બાદ આજે તમારી મુલાકાત કોઈ જૂના મિત્ર સાથે તમારી મુલાકાત થશે.
કુંભ:
કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રગતિશીલ રહેવાનો છે. આજે તમારી સામે કોઈ નવી તક ચાલની આવશે જેને કારણે તમારા એક નવો કરિયરમાં વળાંક લાવી શકે છે. બૌદ્ધિક ચર્ચાઓમાં ભાગ લેવાથી તમારા જ્ઞાનમાં વધારો થશે. આર્થિક દ્રષ્ટિએ દિવસ લાભદાયી છે અને કોઈ મોટું રોકાણ કરી શકો છો. પ્રેમ જીવનમાં સુખદ અનુભવો થશે. વિદ્યાર્થીઓ માટે સંશોધન કે નવા વિષય શીખવા માટે શ્રેષ્ઠ સમય છે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે, પરંતુ આંખોનું ધ્યાન રાખવું. સાંજે પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવી શાંતિ આપશે. ધનલાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે.
મીનઃ
મીન રાશિના જાતકો માટે આજનો દિવસ આંતરિક શાંતિનો અહેસાસ કરવાનો રહેશે. આજે તમે એકાંતમાં સમય વિતાવવાનું પસંદ કરશો અને આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધશે. ઘરના વડીલોના આશીર્વાદ અને સહયોગથી કોઈ મોટું કામ પૂર્ણ થશે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે, પરંતુ બિનજરૂરી ખર્ચ ટાળવા. જીવનસાથી સાથે ભાવનાત્મક ચર્ચા થઈ શકે છે જે સંબંધોને મજબૂત બનાવશે. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે અને તમે હળવાશ અનુભવશો. બાળકો સાથે સમય વિતાવવો આનંદદાયક રહેશે.