જ્યોતિષશાસ્ત્રમાં બુધ ગ્રહને બુદ્ધિ, સંચાર અને વેપારના કારક માનવામાં આવે છે. સામાન્ય રીતે લોકો ગ્રહોની વક્રી ચાલથી ડરતા હોય છે, પરંતુ વક્રી બુધ હંમેશા અશુભ નથી હોતો. હકીકતમાં, વક્રી અવસ્થામાં બુધ વધુ બળવાન બને છે અને તે વ્યક્તિને તેના જૂના નિર્ણયો કે અધૂરા કાર્યો પર ફરીથી વિચાર કરી તેને સફળ બનાવવાની તક આપે છે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર વર્ષ 2026માં 26મી ફેબ્રુઆરીથી 21મી માર્ચ સુધી બુધ વક્રી અવસ્થામાં રહેશે. આ 23 દિવસો દરમિયાન અમુક રાશિઓ માટે પ્રગતિના નવા દ્વાર ખુલશે. જ્યારે બુધ વક્રી થાય છે ત્યારે તેની કાર્ય કરવાની શક્તિ વધી જાય છે. ફેબ્રુઆરીના અંતથી બધુનું આમ ચાલ બદલવું કેટલીક રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી સાબિત થવાનું છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
વૃષભઃ
વૃષભ રાશિના જાતકો માટે વક્રી બુધ આર્થિક લાભનો કારક બનશે. જો લાંબા સમયથી કોઈ જૂની બિઝનેસ ડીલ અટકી પડેલી હશે તો આ સમયે તે અચાનક પૂરી થઈ શકે છે અને મોટો ફાયદો કરાવી શકે છે. જમીન, મકાન કે વાહન ખરીદવાના અટકેલા કામોમાં ગતિ આવશે. તમારી વાણીમાં મીઠાશ વધશે, જે સંબંધો સુધારવામાં મદદરૂપ થશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.
મિથુનઃ
મિથુન રાશિનો સ્વામી ખુદ બુધ જ છે, જેને કારણે બુધની આ વક્રી ચાલ મિથુન રાશિના જાતકોને વધુ મજબૂત બનાવશે. ભૂતકાળમાં કરિયરમાં જે મોટી તક તમે ગુમાવી દીધી હતી, તે ફરી એકવાર તમારી સામે આવી શકે છે. તમારી વિચારવાની અને વાતચીત કરવાની કળા વધુ પ્રભાવશાળી બનશે, જેનાથી આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે.
કન્યાઃ
કન્યા રાશિના જાતકો માટે બુધનું વક્રી થવું સકારાત્મક પરિવર્તન લાવશે. શિક્ષણ, લેખન અને રિસર્ચ સાથે જોડાયેલા લોકો માટે આ સમય ઉત્તમ છે. ઓફિસમાં તમારી જવાબદારી વધશે અને વરિષ્ઠોનો સાથ મળશે. જૂના ક્લાયન્ટ્સ કે મિત્રો દ્વારા આવકના નવા સ્ત્રોત ઉભા થઈ શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમયગાળો અનુકૂળ રહેવાનો છે.
તુલાઃ
તુલા રાશિના જાતકોએ આ સમયગાળા દરમિયાન સમજદારીથી લીધેલા નિર્ણયો ભાગ્ય બદલી શકે છે. કાનૂની બાબતો: કોર્ટ-કચેરી કે દસ્તાવેજી કામોમાં સફળતા મળવાની પ્રબળ શક્યતા છે. ઘણા સમયથી ફસાયેલા કે ઉધાર આપેલા પૈસા આ સમયગાળામાં પરત મળી શકે છે. મીડિયા અને કળા ક્ષેત્રના લોકોને નવી ઓળખ મળશે.
કુંભઃ
કુંભ રાશિ માટે આ સમય નવી યોજનાઓના અમલીકરણનો છે. આઈટી, ડેટા એનાલિસિસ અને ટેક્નોલોજી સાથે જોડાયેલા લોકોને આ સમયગાળા દરમિયાન શ્રેષ્ઠ પરિણામો મળશે. તમારા મિત્રો અને સોશિયલ નેટવર્ક દ્વારા તમને કોઈ પ્રોજેક્ટ મળી શકે છે જે લાંબા ગાળે આર્થિક લાભ આપશે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ રહેશે.