ભાટી એન.
નોળિયો વન્ય સૃષ્ટિનું વિચિત્ર પ્રાણી છે. ખાસ તો નોળિયો સાપની લડાઈ જેણે જોઈ હશે તેને ખ્યાલ હશે કે તેમની આતે કેવી દુશ્મની હશે કે જીવ સટોસટનાં ખેલ જોવા મળે અને તેમાં હંમેશાં નોળિયો જ જીતે છે! જી હા તે ખૂબ લુચ્ચું પ્રાણી છે, તેનાં તીક્ષ્ણ દાંતથી સાપની ફેણને જ તોડી નાખે છે, આથી સાપ મોતને ભેટે છે. એક એવું લોજીક છે, કે સાપ નોળિયાનાં બચ્ચાને ખાય જાય છે જેથી નોળિયો સાપ સાથે લડાઈ કરે છે, નોળિયો આમ તો માંસાહારી પ્રાણી છે.
અંદાજે ત્રણ ફૂટ જેટલું લાંબું ને લંબગોળ જેવું હોય તેની ઝીણી આંખોને ખાસ તે બે પગે ઊભું રહી દૂર સુધી જોઈ શકે અને ઝડપ ઓછી હોવાથી દોડવું કઠિન લાગે એટલે સુરક્ષિત જગ્યાએ ભોણ કરી તેમાં રહે છે. દેખાવે સોનેરી નોળિયો વન્ય સૃષ્ટિ માટે મહત્ત્વનું પ્રાણી છે.
નોળિયો (mongoose) : સાપના દુશ્મન તરીકે જાણીતું માંસાહારી (carnivora) શ્રેણીનું સસ્તન પ્રાણી. ભારતમાં વસતા નોળિયા (અથવા નકુળ)નો સમાવેશ હર્પેટિસ કુળમાં થાય છે. ભારતમાં સૌથી વધુ પરિચિત નોળિયા તરીકે H. edwardsiની ગણના થાય છે.
સાપને મારનાર તરીકે મશહૂર હોવા છતાં અન્ય પ્રાણીઓની જેમ સાપના ઝેરની અસર નોળિયા પર પણ થાય છે અને નોળિયો ઝેરથી બચવા કોઈ વિષપ્રતિકારક દ્રવ્યનું પ્રાસન પણ કરતો નથી. સાપની ગતિક્રિયાનું ચોક્કસ નિરીક્ષણ કરવાની સૂઝ નોળિયામાં હોય છે. તે પોતાના પગને ચપળતાપૂર્વક હલાવી સાપ ઉપર હુમલો કરે છે અને ઘણી વાર એક જ પ્રહારમાં સાપને મારી નાંખે છે.
જોકે કોઈ વાર અનુભવના અભાવે નોળિયાનાં નાનાં બચ્ચાં સાપના ઝેરથી મરી જતાં હોય છે. શિકાર કરેલ સાપનું માથું (વિષગ્રંથિસહિત) નોળિયાનો મનગમતો ખોરાક હોય છે. નોળિયો સાપના વિષનું ગ્રહણ મોં વાટે કરી શકે છે. નોળિયાના ખોરાકમાં ઉંદર, જાતજાતનાં નાનાં પક્ષી અને સસ્તનોનો સમાવેશ થાય છે. પક્ષીઓનું ભક્ષણ કરનાર નોળિયો પ્રાણીઘર (Zoo) માટે ખતરનાક ગણાય છે.
ભારતમાં વસતો સામાન્ય નોળિયો (H.edwardsi) ખુલ્લાં મેદાનો, ઝાડીપ્રદેશ, પથ્થરથી છવાયેલા ડુંગરો અને શુષ્ક રણ જેવા પ્રદેશોમાં જોવા મળે છે. પથ્થર વચ્ચે આવેલી ફાંટ, વૃક્ષોનાં પોલાણો, જમીનમાં પોતે બનાવેલ દર જેવાં સ્થાનોએ તે રહે છે. નોળિયો કદમાં લાંબો હોય છે. તેના શરીરની લંબાઈ 90 સેમી. અને પૂંછડીની 50 સેમી. જેટલી હોઈ શકે છે. તેની રુવાંટી પીળચટ્ટી, સ્થૂળ અને કડક હોય છે આવો નોળિયો જોવા જંગલમાં જશો તો વન્ય સૃષ્ટિનું અભિન્ન અંગ નોળિયો જોવા મળશે.