Tue Jan 27 2026

Logo

White Logo

રમૂજી સવાલના મનમોજી જવાબ મનમોજી જવાબ

6 days ago
Author: Mumbai Samachar Team
Video

દર્શન ભાવસાર

છેતરપિંડી કરનારને ક્યાં મોકલાય?
* રાવલપિંડી.
દાદાજી ડંગોરો લે, તો દાદી?
* ધોકો લે.
પ્રેમીના પ્રેમની કસોટી ક્યારે થાય?
* પેમેન્ટ કરવાનું થાય ત્યારે...
મારે સાળી નથી. શું કરું?
* ધર્મની સાળી શોધી લો....
તું ચીજ બડી હૈ મસ્ત મસ્ત. એ વળી શું હશે?
* ડબલ ચીઝ સેન્ડવીચ...
મેરે સામનેવાલી ખિડકી મેં કોઈ ભી ચાંદ કા ટુકડા નહી રહેતા હૈ... તો શું કરું ?
* બિલ્ડરને પકડો.
શહેરમાં નવા બ્રીજ કેમ બંધાતા હશે?
* લોકોને ખાડા કે ભૂવા નડે નહીં એ માટે.
મારે ગાયક બનવું હોય તો શું કરવું પડે?
* બાજુમાં કોઈ પાડોશી ન રહેતું હોય એવું ઘર ભાડે લેવું ...
ગુજરાતમાં લોટરી કેમ નથી?
* ગુજરાતીઓને લોટરી લીધા વગર લખપતિ થતાં આવડે છે...
વણી ના શકાય એ શું?
* કેળવણી -સુનાવણી ને મેળવણી...
મારે પ્રેમ કરવો છે, પણ લગ્ન નથી કરવા તો?
* તો ખિસ્સા ખાલી કરવાની તૈયારી રાખજો.
ચમચાનું રાજ ક્યાં હોય?
* ચારેકોર... ચોમેર...
ફળ ક્યારે મળે?
* કર્મ કર્યા સિવાયનું ફળ માર્કેટમાંથી મળે...
બાળ બુદ્ધિ કેવી હોય?
* તમે સવાલ પૂછો છો એવી...
કજિયા મ્હોં કાળું કેમ ?
* ઓરિજિનલ કલર દેખાય નહીં એટલે....