આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને આ સોશિયલ મીડિયા પર નાગપુરના ઉમરેડ કરહંડલા પવની નેશનલ પાર્કમાંથી વાઈલ્ડલાઈફ લવર્સ માટે એક ખૂબ જ સુંદર વીડિયો અને ન્યુઝ સામે આવી રહ્યા છે. વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં આ ઝોનની ફેમસ F2 ટાઈગ્રેસના બચ્ચાઓની મસ્તી અને ખેલકૂદ ટૂરિસ્ટ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વાઘના બચ્ચાઓનો પાઇપ સાથે રમતો વીડિયો વાઈરલ થતાં જ પાર્કમાં આવનારા ગેસ્ટની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.
મહારાષ્ટ્રના નાગપુર ખાતે આવેલા ઉમરેડ કરહંડલા નેશનલ પાર્કમાં વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર્સ અને પર્યટકોનું ઉભરાઈ રહ્યું છે. તેનું કારણ છે N4 ટાઈગર અને F2 ટાઈગ્રેસના આશરે 14 મહિનાના પાંચ સુંદર હેલ્ધી કબ્સ. તાજેતરમાં વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર સંદીપ ગુજર દ્વારા આ બચ્ચાઓની મસ્તી કેમેરામાં કેદ કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાંમાં જોવા મળે છે કે, જંગલમાં બનેલા આર્ટિફિશિયલ વોટર બોડી પાસે પાણીની પાઇપ લાઈન બિછાવેલી છે. F2 વાઘણનું એક બચ્ચું આ પાઇપને મોઢામાં પકડીને ખેંચવા લાગે છે અને પછી પોતાના ભાઈ-બહેનો પાસે લઈ જાય છે. જાણે કોઈ નાનું બાળક રમકડાં સાથે રમી રહ્યું હોય તેમ આ વાઘનું બચ્ચું લાંબા સમય સુધી પાઇપ સાથે મસ્તી કરી રહ્યું છે.
જોકે આ વાઘના બચ્ચાઓ દેખાવમાં એકદમ મસ્તીખોર લાગે છે, પરંતુ તેમની શિકાર કરવાની આવડત અને એકબીજા સાથેનું ટ્યુનિંગ અદભૂત છે. 14 મહિનાના હોવાને કારણે તેઓ હવે શિકાર કઈ રીતે કરવું એ શીખી રહ્યા છીએ અને એકબીજાને સાથ આપી રહ્યા છે. જળાશયમાં પાણી પીતા અને એકબીજા પર કૂદકા મારતા આ વાઘના બચ્ચાઓને જોવા એ એક વાઈલ્ડલાઈફ લવર્સ માટે ખરેખર લહાવા સમાન જ છે.
જો તમે પણ આ અદ્ભૂત નજારો જોવા માંગતા હોવ, તો તમારે મહારાષ્ટ્રમાં આવેલી આ સેન્ચ્યુરીના ગોઠણગાંવ ગેટથી અંદર એન્ટર થઈને આ વાઘના પરિવારને જોવાની પૂરેપૂરી ગેરંટી છે. કૃત્રિમ જળાશય પાસે આખો પરિવાર અવારનવાર જોવા મળે છે. વન વિભાગ દ્વારા ઉનાળા અને શિયાળામાં આ જળાશયોમાં ટેન્કર દ્વારા પાણી ભરવામાં આવે છે, જેથી વાઈલ્ડ એનિમલ્સ પાણી પીવા માટે એકઠા થાય છે.
નેટિઝન્સ આ વીડિયો પર લાઈક અને કમેન્ટ કરીને વ્હાલ વરસાવી રહ્યા છે. વાઈલ્ડલાઈફ લવર્સમાં પણ આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે, તમે પણ હજી સુધી આ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો...