વોશિંગ્ટન : ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વિરામ બાદ હવે અમેરિકાએ 20 મુદ્દાની શાંતિ યોજના અમલમાં મુકવા અમેરિકાએ ગાઝા બોર્ડ ઓફ પીસની જાહેરાત કરી છે. જોકે, શરુઆતમાં ઇઝરાયલે બોર્ડ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. પરંતુ મીડિયા અહેવાલો અનુસાર ઇઝરાયલ તેમાં જોડાવા માટે સંમત થયું છે. આ પૂર્વે ઇઝરાયલે નારાજગી વ્યક્ત કરી હતી અને બોર્ડના સભ્યો સામે વાંધો ઉઠાવ્યો હતો. ઇઝરાયલી સરકારે જણાવ્યું હતું કે તેની રચના અંગે ઇઝરાયલી સરકાર સાથે કોઈ ચર્ચા થઈ નથી. ઇઝરાયલે એમ પણ કહ્યું હતું કે શાંતિ બોર્ડની રચના તેની નીતિઓ સાથે અસંગત હતી. જોકે, ઇઝરાયલે હવે આશ્ચર્યજનક રીતે તેની ભાગીદારીની જાહેરાત કરી છે જેથી બધા આશ્ચર્યચકિત છે.
વિપક્ષના નેતાએ શાંતિ બોર્ડની જાહેરાતને ઇઝરાયલ માટે સેટબેક ગણાવ્યો
અમેરિકાએ શનિવારે ગાઝા બોર્ડ ઓફ પીસના સભ્યોના નામની જાહેરાત કરી હતી. જેમાં જેમાં તુર્કીના વિદેશ પ્રધાન, કતાર સરકારના પ્રતિનિધિ, ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ટોની બ્લેર અને ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનરનો સમાવેશ થાય છે. ઇઝરાયલના સુરક્ષા પ્રધાને શાંતિ બોર્ડની રચના પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું, ગાઝાને વહીવટી સમિતિની જરૂર નથી. તેને ફક્ત હમાસ આતંકવાદીઓથી મુક્ત કરવાની જરૂર છે. ઇઝરાયલના વિપક્ષના નેતા યાયર લેપિડે પણ શાંતિ બોર્ડની જાહેરાતને ઇઝરાયલ માટે રાજદ્વારી નિષ્ફળતા ગણાવી હતી.
ગાઝા શાંતિ યોજનાને અમલમાં મૂકવા માટે બોર્ડની રચના
અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બોર્ડ ઓફ પીસને ગાઝામાં શાંતિ સ્થાપિત કરવા માટે એક આંતરરાષ્ટ્રીય સંગઠન તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે.
તેમજ વ્હાઇટ હાઉસનો દાવો છે કે તેનો પ્રસ્તાવ મુખ્યત્વે ગાઝામાં ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે શાંતિ સ્થાપિત કરવા માટે મૂકવામાં આવ્યો છે. જયારે
ટ્રમ્પની 20-મુદ્દાની ગાઝા શાંતિ યોજનાને અમલમાં મૂકવા માટે બોર્ડની રચના કરવામાં આવી છે. આ યોજના હેઠળ, ટ્રમ્પે સંઘર્ષ ક્ષેત્રમાં સ્થિરતાને પ્રોત્સાહન આપવા, ઇઝરાયલી અને પેલેસ્ટિનિયન અધિકારીઓની મદદથી કાયદાનું શાસન પુનઃસ્થાપિત કરવા અને કાયમી શાંતિ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો છે.