Tue Jan 27 2026

Logo

White Logo

ગ્રહોના રાજા સૂર્ય અને યમની યુતિ કરશે કમાલ, આ રાશિના જાતકો થશે માલામાલ...

4 days ago
Author: Darshna Visaria
Video

જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમયે ગોચર કરે છે અને કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ કરીને શુભાશુભ યોગનું નિર્માણ કરે છે. આવી જ એક યુતિ આજે થઈ રહી છે. જેને કારણે કેટલીક રાશિના જાતકોના દિવસો બદલાઈ જશે. 

મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આજે એટલે કે 23મી જાન્યુઆરીના રોજ ગ્રહોના રાજા સૂર્ય અને યમની યુતિ થઈ રહી છે. જ્યોતિષશાસ્ત્રમાં આ યુતિને ખૂબ જ લાભદાયી માનવામાં આવી રહી ઠેય જ્યારે પણ  સૂર્ય અને યમ જ્યારે એકબીજા સાથે યુતિ કરે છે, ત્યારે તે વ્યક્તિના જીવનમાં શિસ્ત અને સફળતાનો સમન્વય લાવે છે. વસંત પંચમીના શુભ અવસરે આ યુતિ નીચેની રાશિઓ માટે વરદાન સમાન સાબિત થશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ કે જેમને આ સમયે ભાગ્યનો સાથ મળી રહ્યો છે. 

મેષઃ

મેષ રાશિના જાતકો માટે આજથી ભાગ્યના બંધ દરવાજા ખુલવા જઈ રહ્યા છે. લાંબા સમયથી જે કામો અટવાયેલા હતા તે હવે ગતિ પકડશે. નોકરી કે ધંધામાં જે પણ અડચણો હતી તે સૂર્યના તેજથી દૂર થશે. પરિવારમાં ચાલી રહેલા વિવાદો શાંત થશે અને ઘરમાં હકારાત્મકતાનો સંચાર થશે. આર્થિક લાભની નવી તકો પ્રાપ્ત થતાં તમારું મન એકદમ પ્રસન્ન રહેશે. ધાર્મિક કાર્યમાં તમારી રૂચિ વધી રહી છે.

સિંહઃ 

સિંહ રાશિના સ્વામી સૂર્ય હોવાથી, યમ સાથેની આ યુતિ તેમને ન્યાય અપાવશે. આ સમયે કામના સ્થળે તમારી મહેનતની યોગ્ય કદર થશે. પ્રમોશન અથવા પગાર વધારાના મજબૂત યોગ બની રહ્યા છે. તમારી આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે. આવકના નવા સ્ત્રોત ઉભા થતા મન પ્રસન્ન રહેશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી રહ્યા છે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જળવાઈ રહેશે.

મકરઃ

મકર રાશિના જાતકો માટે સૂર્ય-યમની યુતિ વ્યાવસાયિક ક્ષેત્રે સફળતા અને નવી નવી તક લઈને આવી રહી છે. જો તમે શેરબજાર કે મિલકતમાં મોટું રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમય અત્યંત ફાયદાકારક અને અનુકૂળ છે. આ સમયે તમને કોઈ મોટા પ્રોજેક્ટ કે યોજના પર કામ કરવાની તક મળશે, જે ભવિષ્યમાં તમારી પ્રતિષ્ઠામાં વધારો કરશે.

મીનઃ

મીન રાશિના જાતકો માટે સૂર્ય અને યમની આ યુતિ મુશ્કેલીઓના અંતની નિશાની છે. જો તમે જૂના દેવા કે લોનથી પરેશાન હોવ, તો આ સમયગાળામાં તમને તેમાંથી મુક્તિ મળી શકે છે. મન શાંત અને પ્રફુલ્લિત રહેશે. કોઈ લાંબા અંતરનો પ્રવાસ કે ધાર્મિક યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે. મહત્વના નિર્ણયો લેવા માટે આ સમયગાળો એકદમ અનુકૂળ છે, જે આ રાશિના જાતકોને સફળતા અપાવશે.