નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે આપના કન્વીનર અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના ભૂતપૂર્વ સીએમ આતિશીની અરજીઓ પર સુનાવણી 21 એપ્રિલ સુધી મોકૂફ રાખી છે. તેમની પર ભાજપ નેતા દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનીનો કેસ રદ કરવાની તેમણે અરજી કરી હતી. કેજરીવાલ અને આતિશી પર મતદારોના નામ દુર કરવાની કથિત ટીપ્પણી બાદ માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.કોર્ટે આજે જણાવ્યું હતું કે આ કેસ અંગે વિગતવાર સુનાવણીની જરુર છે.
આરોપો પ્રથમ દ્રષ્ટિએ માનહાનીકારક
જોકે, દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે આ આરોપો પ્રથમ દ્રષ્ટિએ માનહાનીકારક છે અને ભાજપને બદનામ કરવા અને ગેરકાયદે રાજકીય લાભ મેળવવાના ઈરાદાથી કરવામાં આવ્યા હતા. હાઈકોર્ટે આતિશી, કેજરીવાલ, રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય સુશીલ કુમાર ગુપ્તા અને આમ આદમી પાર્ટીના નેતા મનોજ કુમાર દ્વારા નીચલી કોર્ટમાં પેન્ડિંગ માનહાનિ કાર્યવાહી સામે દાખલ કરેલી અરજીઓને ફગાવી દીધી હતી.
મતદારોના નામ દૂર કરવાનો ભાજપ પર આરોપ
આ કેસની વિગતો મુજબ આમ આદમી પાર્ટીના નેતાઓએ મેજિસ્ટ્રેટ કોર્ટમાં 15 માર્ચ, 2019 ના આદેશ અને સેશન્સ કોર્ટના 28 જાન્યુઆરી, 2020 ના આદેશને રદ કરવાની અરજી કરી હતી. ભાજપના દિલ્હી એકમ વતી માનહાનિની ફરિયાદ દાખલ કરનારા બબ્બરે અરજીમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના નેતાઓએ મતદાર યાદીમાંથી મતદારોના નામ દૂર કરવાનો ભાજપ આરોપ લગાવીને પક્ષની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે. જેના માટે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ.
30 લાખ મતદારોના નામ દૂર કરાયા હોવાનો આક્ષેપ
તેમણે દાવો કર્યો હતો કે ડિસેમ્બર 2018માં એક પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી પંચે ભાજપના નિર્દેશો પર બાનિયા, પૂર્વાંચલ અને મુસ્લિમ સમુદાયના 30 લાખ મતદારોના નામ દૂર કર્યા છે. કેજરીવાલ અને અન્ય આરોપીઓએ દાવો કર્યો હતો કે નીચલી કોર્ટ એ સમજી નથી શકાય તે કે તેમની સામે માનહાનિ અથવા અન્ય કોઈ પ્રકારનો ગુનો થયો છે.