Tue Jan 27 2026

Logo

White Logo

મુંબઈમાં પ્રદૂષણ નિયંત્રણ રાખવા પાલિકાની આકરી કાર્યવાહી

4 days ago
Author: Sapna Desai
Video

એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ બેસાડવાનું ટાળનારી  ૧૦૬ ક્ન્સ્ટ્રકશન સાઈટને સ્ટોપ વર્ક નોટિસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં પ્રદૂષણને નિયંત્રણમાં રાખ્ાવા માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા અનેક ઉપાયયોજના અમલમાં મૂકવામાં આવી છે, તેના ભાગરૂપે મુંબઈ મહાનગરપાલિકાની હદમાં રહેલી તમામ ક્ધસ્ટ્રકશન સાઈટ પર ‘એર ક્વોલિટી સેન્સર્સ’ બેસાડવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. તેમ જ  એક હજાર કરોડ રૂપિયાથી વધુ ખર્ચના મોટા પ્રોજેક્ટમાં રેફરન્સ એર ક્વોલિટી મોનિટર બેસાડવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે છતાં પાલિકાના નિયમોનું અનેક જગ્યાએ પાલન કરવામાં આવતું ન હોવાનું જણાઈ આવ્યા બાદ પાલિકાએ મુંબઈની આવી ૧૦૬ ક્ધસ્ટ્રકશના સાઈટને  સ્ટોપ વર્કની નોટિસ ફટકારી છે.

પાલિકાના પર્યાવરણ વિભાગના ઉચ્ચ અધિકારીને જણાવ્યું હતું કે મુંબઈમાં પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે ૨૮ મુદ્દા સાથેની ગાઈડલાઈન બહાર પાડી હતી, તેનું પાલન કરવું તમામ ક્ધસ્ટ્રકશન સાઈટ માટે ફરજિયાત છે. ક્ધસ્ટ્રકશન સાઈટ પર  ‘એર ક્વોલિટી સેન્સર્સ’ બેસાડવાનું અને એક હજાર કરોડ રૂપિયાથી વધુ ખર્ચના મોટા પ્રોજેક્ટમાં રેફરન્સ એર ક્વોલિટી મોનિટર બેસાડવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. છતાં અનેક સાઈટ પર આ સાધનો હજી સુધી બેસાડવામાં આવ્યાં નથી. તેથી આવા તમામ ક્ધસ્ટ્રકશન સાઈટ પર કામ બંધ કરવા માટે નોટિસ તાત્કાલિક ધોરણે ફટકારવાનો આદેશ આપવામાં આવ્યા બાદ ગુરુવારે ૧૦૬ સાઈટને સ્ટોપ વર્ક નોટિસ મોકલવામાં આવી હતી, જેમાં ખાનગી બાંધકામ સહિત રેલવે પુલના બાંધકામ, એસઆરએ પ્રોજેક્ટ, મ્હાડા પ્રોજેક્ટ વગેરે બાંધકામનો પણ સમાવેશ થાય છે. સંબંધિત વિભાગ અને અધિકારીઓ દ્વારા સાઈટ પર સતત ઈન્સ્પેકશન કરવાનું કામ પણ ચાલી રહ્યું છે.


વાયુ પ્રદૂષણ પ્રકરણમાં હાઈ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી પર શુક્રવાર, ૨૩ જાન્યુઆરી, ૨૦૨૬ના સુનાવણી થવાની છે. તો અગાઉના ડ્રાફ્ટ પ્લાન મુજબ દરેક ક્ધસ્ટ્રકશન સાઈટ પર ઈન્સ્પેકશન ચાલુ રાખવાનો પાલિકા પ્રશાસને તમામ વોર્ડ સ્તરે આદેશ આપ્યો છે. તેમાં જ્યાં નિયમોનો ભંગ થતો હોવાનું જણાઈ આવે ત્યાં તાત્કાલિક ધોરણે સ્ટોપ વર્કની નોટિસ ફટકારવાનું પણ કહેવામાં આવ્યું છે.