ઝબાન સંભાલ કે - હેન્રી શાસ્ત્રી
આવતી કાલે 26 જાન્યુઆરી. ભારતનો પ્રજાસત્તાક દિવસ. બ્રિટિશ રાજની ગુલામીમાંથી આપણને આઝાદી મળી 15 ઓગસ્ટ, 1947ના દિવસે. એ દિવસ આપણે સ્વાતંત્ર્ય દિવસ તરીકે ઓળખીએ છીએ.
26 જાન્યુઆરી,1950ના દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું. આ સાથે બ્રિટિશ યુગના ભારત સરકાર અધિનિયમને બદલીને ભારત એક સાર્વભૌમ, લોકશાહી પ્રજાસત્તાક તરીકે સ્થાપિત થયું હતું. સ્વાતંત્ર્ય લડત દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રેસ દ્વારા 1930માં ભારતીય સ્વતંત્રતાની ઘોષણા 26 જાન્યુઆરીએ કરવામાં આવી હોવાથી આ તારીખ પસંદ કરવામાં આવી હતી. આ દિવસે ભારત પ્રજાસત્તાક દેશ બન્યો. ભગવદ્ગોમંડળમાં પ્રજાસત્તાક શબ્દનો અર્થ પ્રજાની સત્તાનું હોય એવું; જેમાં પ્રજાનો બહુમત એ જ સત્તા ગણાય એવું; પ્રજાના વહીવટવાળું; પ્રજાની સત્તાથી ચાલતું એવા અર્થ આપવામાં આવ્યા છે.
26 જાન્યુઆરી, 1950ના રોજ અમલમાં આવેલ આ બંધારણના આમુખમાં ભારતને એક ‘સાર્વભૌમ, લોકશાહી પ્રજાસત્તાક’ તરીકે ઘોષિત કરવામાં આવ્યું. પ્રજાસત્તાકને એવા રાજકીય સમાજ તરીકે વર્ણવી શકાય કે જે સામાન્ય રીતે લોકશાહી પર આધારિત હોય અને જ્યાં રાજાશાહીને કોઈ સ્થાન ન હોય.
વિશ્વના મોટાભાગના દેશોએ પ્રજાસત્તાક સ્વરૂપની સરકાર અપનાવી છે. રાષ્ટ્રકુટુંબમાં સભ્યપદ ધરાવતા મોટાભાગના દેશોમાં પ્રજાસત્તાક શૈલીની સરકાર છે. પ્રજાસત્તાક સરકાર ત્રણ સ્વરૂપમાં અસ્તિત્વમાં હોય છે : પ્રમુખીય પ્રથા, સંસદીય પ્રથા અને પ્રમુખીય-સંસદીય મિશ્ર પ્રથા. યુ.એસ.માં પ્રમુખીય પ્રથા, ઈટલી, પશ્ર્ચિમ જર્મની અને ભારતમાં સંસદીય પ્રથા તથા ફ્રાન્સમાં પ્રમુખીય-સંસદીય મિશ્ર પ્રથા કાર્યરત છે. આમાંથી ત્રીજી પ્રથામાં પ્રમુખ અમુક પ્રમાણમાં કારોબારી સત્તા ધરાવતો હોય છે. કેટલાક દેશો બંધારણની દ્રષ્ટિએ પ્રજાસત્તાક હોવા છતાં વાસ્તવિક સ્વરૂપમાં પ્રજાસત્તાક હોતા નથી. ચીન એનું મુખ્ય ઉદાહરણ છે. ત્યાં સામ્યવાદી પક્ષે ઊભા રાખેલ ઉમેદવારને જ લોકો મત આપી શકે છે. પરિણામે ચૂંટણીમાં મતદારોને સાચો અને સ્વતંત્ર વિકલ્પ પ્રાપ્ત થતો નથી.
પ્રજાસત્તાક ઉપરાંત રાજાસત્તાક અને ઉમરાવસત્તાક રાજ્યો રાજ્યનાં સ્વાભાવિક સ્વરૂપ છે.રાજાસત્તાક શાસન પ્રણાલીમાં એક વ્યક્તિ પાસે રાજ્યની સર્વોચ્ચ સત્તા હોય છે. આ સત્તા વંશાનુગત હોય છે. મતલબ કે સત્તા પુત્ર અથવા પરિવારના કોઈ સભ્યને વારસામાં મળે છે. હાલના તબક્કે વિશ્વમાં 43 રાજાસત્તાક દેશ છે જ્યાં રાજા દેશનો વડો ગણાય છે. એમાંથી એશિયામાં 13, યુરોપમાં 12, અમેરિકામાં 9, ઓશિયાનામાં 6 અને આફ્રિકામાં 3 રાજાસત્તાક દેશ છે. ઉમરાવસત્તાક વ્યવસ્થામાં શાસન વ્યવસ્થામાં રાજસત્તા કુલીન, વિદ્વાન, સદગુણી કે ઉત્કૃષ્ટ વ્યક્તિ રાજ ચલાવે છે. આ વ્યવસ્થામાં મુઠ્ઠીભર ઉમરાવોનું રાજ્ય અને ધનવાન માણસોનું રાજ્ય હોય છે. સ્પેન, સ્વીડન, ડેન્માર્ક, મોરોક્કો અને લક્ઝમ્બર્ગ જેવા દેશમાં આજે પણ ઉમરાવસત્તાક વ્યવસ્થા છે.
उभाच पाढे
શાળા શિક્ષણ દરમિયાન દરેક વિદ્યાર્થી વિવિધ વિષય શીખ્યો હશે. ત્રણ ભાષા, ઈતિહાસ- ભૂગોળ - નાગરિક શાસ્ત્ર તેમજ વિજ્ઞાન અને ગણિત મુખ્ય વિષય રહેતા. ગણિતમાં બીજગણિત અને ભૂમિતિ ઉપલા ધોરણમાં આવતા જ્યારે અંક ગણિત પહેલેથી જ ભણાવવામાં આવતું હતું. અંક ગણિતમાં પાડા અથવા ઘડિયા તરીકે ઓળખાતી વ્યવસ્થા મજેદાર રહેતી. પાંચ એકુ પાંચથી લઈ પાંચ દાન પચાસ સુધીની સફર રહેતી. શરૂઆતમાં એકથી દસ સુધીના ઘડિયા લખાવી લખાવી ગોખાવવામાં આવતા. આ પદ્ધતિથી એવી નિપુણતા આવી જતી કે ગમે ત્યારે કોઈ પણ ઘડિયો પૂછવામાં આવે તો સડસડાટ જવાબ મળી જતો. મરાઠીમાં પાડા અથવા ઘડિયા પાઢે તરીકે ઓળખાય છે. गुणाकाराचे पाढे म्हणजे लहानपणी शिकलेले १ ते २० पर्यंतचे पाढे। लहानपणी पाढे तोंडपाठ करावे लागायचे. कविता, श्लोक घोकावेच लागायचे. त्या पाठांतराचे महत्त्व आता जाणवतेय। ગુણાકારના ઘડિયા તેમજ કવિતા અને શ્લોક નાનપણમાં મોઢે કરવા પડતા. મોટી ઉંમરે એનું મહત્ત્વ સમજાયું.
एकेकाळी त्याला उभाचे पाढे म्हणायचे। उभा एक, आडवे दोन, हे अंक ओळख किंवा अक्षरे ओळख यांसारख्या लहान मुलांच्या शैक्षणिक खेळातील एक वाक्य आहे, जिथे 'उभा एक' म्हणजे '१' (एक) आणि 'आडवे दोन' म्हणजे '२' (दोन) या अंकांचे आकार आणि त्यांची नावे शिकवली जातात, म्हणजेच अंक '१' (एक उभी रेषा) आणि अंक '२' (दोन आडव्या रेषा) यांची ओळख करून देणे हा त्याचा अर्थ आहे. અંકની વિશિષ્ટ ઓળખ આપવામાં આવતી જેથી વિદ્યાર્થીને બહુ જલદી સ્મરણમાં રહી જતી. उभाचे पाढे असे असायचे: उभा एक,आडवे दोन, गाठीचे तीन, गायला पाय चार, हाताची बोटे पाच, उलटे तीन सहा, गुरवाची शिंग सात, धनगर काठी आठ, चंद्याची पळी नउ, एकावर पूज्य दहा. આવી ગેય પદ્ધતિને કારણે બાળકોને ઘડિયા બહુ સહેલાઈથી યાદ રહી જતા અને વિશેષ જ્ઞાન મળતું એ છોગામાં. વિશેષ જ્ઞાન વિશે વાત કરશું આવતા સપ્તાહે.
पहाड़े के गाने और कविता
ઘડિયા માટે હિન્દીમાં શબ્દ છે પહાડા જે મરાઠી શબ્દ પાઢેને ઘણો મળતો આવે છે. કોઈ પણ ભાષામાં બાળકોને ઘડિયા શીખવવા એ એક મોટો પડકાર છે. અલબત્ત સરળ રીત અપનાવી કે પછી ગમ્મત પડે એ રીતે સમજાવવાથી બાળક માટે મુશ્કેલ કામ આસાન બની શકે છે. સાથે સાથે એ વાત પર પણ ધ્યાન આપવું જરુરી છે કે આ ઘડિયાની માત્ર ગોખણપટ્ટી નથી કરવાની, એને સમજીને યાદ રાખવાથી ગણિતનો પાયો મજબૂત બને છે. पहाड़ों के लिए मजेदार गाने और कविताएं उपलब्ध हैं। संगीत के साथ याद करने से बच्चे आसानी से पहाड़े सीख लेते हैं और उन्हें यह बोझ नहीं लगता। आप खुद भी साधारण धुन पर पहाड़े गा सकते हैं. ગીત કે કવિતાનો સંગીત સાથે સુમેળ કરવાથી બાળકો બહુ સહેલાઈથી ઘડિયા શીખી શકે છે. સાથે સાથે જીવનની કેટલીક શીખ પણ મળે છે. બેના ઘડિયાથી આ વાત સ્પષ્ટ થઈ જશે. दो एकम दो, आज्ञाकारी हो. दो दुनी चार, झटपट हो तैयार. दो तीया छः, सफ-साफ रह. दो चौके आठ, याद करो पाथ. दो पंजे दस, झगड़ा करो बस. दो छके बारह, काम करो ज्यादह. दो सते चौदहा, छोटा होता पौधा. दो अठे सोला, सच्चे का बोलबाला. दो नाम अठारा, झूठे का मुंह काला. दो दहाई बीस, प्रभु को नमाओ शीश. ઘડિયામાં જોઈ શકાય છે કે પ્રત્યેક એકમ સાથે એક સમજણ આપવામાં આવી છે અને અંત્યાનુપ્રાસ અલંકારને કારણે યાદ પણ આસાનીથી રહી જાય છે. જેમ કે દો એકમ દો, આજ્ઞાકારી હો દ્વારા બાળકને આજ્ઞાકારી બનવાની શિખામણની સાથે દો અને હોના અંત્યાનુપ્રાસને કારણે યાદ રાખવામાં સરળતા રહે છે. ત્યારબાદ દો દુની ચાર, ઝટપટ હો તૈયાર પંક્તિમાં શાળાએ જવાની તૈયારીની શીખ સાથે ચાર અને તૈયારનો પ્રાસ બેસાડ્યો હોવાથી આસાનીથી સ્મરણમાં રહે છે. સમગ્ર ઘડિયામાં આ બંને બાબત ઊડીને આંખે વળગે છે. જ્ઞાન સાથે ગમ્મતનું આ વિશિષ્ટ ઉદાહરણ છે.
UNAMILIAR NUMBERS
આંકડાની દુનિયા અદભુત હોય છે. અંક વસ્તુનું પરિમાણ દર્શાવવાની સાથે સાથે એનું કદ પણ દર્શાવે છે. બે અંકની સંખ્યા ત્રણ- ચાર કે પાંચ અંકની બને એ સાથે વસ્તુની વિશાળતાનો ખ્યાલ આવે છે. અંગ્રેજી ભાષામાં એવા કેટલાક પ્રયોગ છે જે આજે વિશેષ ચલણમાં નથી રહ્યા, પણ એનો ઉપયોગ અને એના અર્થ જાણવા જેવા છે. માણસ સગવડ માટે કેવા કેવા પ્રયોગો કરતો એ વાતનો એના પરથી ખ્યાલ આવે છે. સ્કોર શબ્દને આપણે મોટેભાગે રમત સાથે જોડી દેતા હોઈએ છીએ. જોકે, એકસમયે આ શબ્દ વિશિષ્ટ અર્થ ધરાવતો હતો. SCORE means A Group of 20. Used famously in Four Score and Seven Years ago. Lincoln mentions that “a new nation” was created “four score and seven years ago.” Since “score” means 20, four score is 80. Four score and seven years is, therefore, 80 and 7 years, which is 87 years. Lincoln gave the Gettysburg Address November 19, 1863, 87 years after independence in 1776. યુએસના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકને કહ્યું હતું કે નવા રાષ્ટ્રની રચના 'ફોર સ્કોર અને સેવન યર્સ અગો' થઈ હતી. સ્કોર એટલે 20 અને ફોર સ્કોર એટલે 80 અને બીજા સાત વર્ષ એટલે કે 87 વર્ષ. લિંકને 19 નવેમ્બર 1863ના દિવસે આપેલા એક પ્રવચનમાં આ રજૂઆત કરી હતી જે યુએસને 1776માં મળેલા સ્વાતંત્ર્યના 87 વર્ષ પછી કરવામાં આવેલી રજૂઆત હતી.
12 એટલે એક ડઝન એવી જાણકારી બધાને હશે. એક ડઝન કેરીનો ભાવ શું કે એક ડઝન કેળા લેતા આવજો જેવી વાક્યરચનાથી અનેક લોકો વાકેફ હશે. આ સંદર્ભમાં બે શબ્દ ખાસ જાણવા જેવા છે. DOZEN and BAKER'S DOZEN: We all know that Dozen means 12. This word is still used today, and it is derived from old French word DOUZAINE. ડઝન શબ્દ ફ્રેન્ચ શબ્દ પરથી અવતર્યો છે. Baker's Dozen means 13, one more than dozen - 12. It was used in Mediaeval times by bakers to avoid penalties for underweight bread.
મધ્યકાલીન યુગમાં બ્રેડ અથવા પાઉં વજનથી આપવામાં આવતા ત્યારે ઓછા વજનના બ્રેડ આપનારા બેકરીના માલિકને દંડ કરવામાં આવતો.એ દંડથી બચવા માટે ગ્રાહકોને એક વધારાનું પાઉં આપી દેવામાં આવતું હતું અને માલ ખરીદનારને 12ની બદલે 13 બ્રેડ મળતા જે 'બેકર્સ ડઝન' તરીકે જાણીતા બન્યા હતા.
GROSS and GREAT GROSS: One Gross term was used in Old French especially in trade which meant large quantity. ગ્રોસ એટલે12 ડઝન અથવા 144 નંગ. ગ્રેટ ગ્રોસ એટલે 3 ગ્રોસ. Great Gross meant 3 Gross (12 dozen x 12dozen x 12 dozen =1728). Historically, it was used for shipping or buying small items in massive quantities, such as buttons, pens, screws, or pencils. બટન, પેન, સ્ક્રૂ અથવા પેન્સિલ જેવી નાની ચીજવસ્તુ મોટી સંખ્યામાં લેતીવખતે લેતી વખતે ગણતરીમાં સરળતા રહે એ માટે આ માપ ચલણમાં આવ્યું હતું.