ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ T20I મેચની સિરીઝની પહેલી ત્રણ મેચમાં જીત મેળવીને ભારતે સિરીઝ કબજે કરી લીધી છે, છેલ્લે બે મેચના પરિણામની સિરીઝ પર કોઈ અસર નહીં થાય પણ T20 વર્લ્ડ કપ પહેલા આ છેલ્લી બે મેચ જીતીને ન્યુઝીલેન્ડની ટીમ આત્મવિશ્વાસ વધારવા ઈચ્છશે. એવામાં ન્યુઝીલેન્ડે છેલ્લી મોટા ફેરફાર કર્યા છે.
સિરીઝની બાકી મેચ 28 જાન્યુઆરીએ વિશાખાપટ્ટનમ અને 31 જાન્યુઆરીએ તિરુવનંતપુરમમાં રમાશે. X પર પોસ્ટ કરીને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે ટીમમાં ફેરફારની જાહેરાત કરી છે. ફાસ્ટ બોલર ક્રિશ્ચિયન ક્લાર્ક અને બેટર ટિમ રોબિન્સનને ટીમમાંથી રિલીઝ કરવામાં આવ્યા છે. જીમી નીશમ, લોકી ફર્ગ્યુસન અને ટિમ સીફર્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
વિસ્ફોટક બેટર ફિન એલન 27 જાન્યુઆરીએ તિરુવનંતપુરમમાં ટીમ સાથે જોડાશે, જેણે હાલમાં BBLમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ક્લાર્ક અને રોબિન્સન આશા મુજબ પ્રદર્શન ન કરી શક્યા:
ન્યૂઝીલેન્ડ 24 વર્ષીય ફાસ્ટ બોલર ક્રિશ્ચિયન ક્લાર્કે 21 જાન્યુઆરીના રોજ નાગપુરમાં ભારત માટે T20I ડેબ્યૂ કર્યું હતું. તે ચાર ઓવરમાં 40 રન આપ્યા અને માત્ર એક જ વિકેટ લઇ શક્યો. રોબિન્સને પહેલી મેચમાં 15 બોલમાં 21 રન બનાવ્યા હતા.
બીજી T20 માટે આ બંનેને બહાર બેસાડવામાં આવ્યા, તેમના સ્થાને મેટ હેનરી અને ટિમ સીફર્ટને તક આપવામાં આવી. ત્રીજી મેચમાં પણ ક્લાર્ક અને રોબિન્સન બહાર રહ્યા. આમ સિરીઝમાં માત્ર એક મેચ રમ્યા બાદ બંને બહાર કરવામાં આવ્યા છે.
ફિન એલન શાનદાર ફોર્મમાં:
બિગ બેશ લીગમાં પર્થ સ્કોર્ચર્સ તરફથી રમી રહેલો ફિન એલન શાનદાર ફોર્મમાં છે. તેણે ટીમની સિઝનમાં ટાઇટલ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી. ફિન એલને સિઝનના 11 મેચમાં 466 રન બનાવ્યા, તેણે એક જ BBL સિઝનમાં સૌથી વધુ સિક્સ ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો. T20 સિરીઝની છેલ્લી બે મેચ માટે તે ન્યુઝીલેન્ડ ટીમમાં જોડાશે, ત્યારબાદ તે T20 વર્લ્ડ કપમાં રમતો જોવા મળશે.
લોકી ફર્ગ્યુસન ભારતીય બેટર્સને કાબુમાં રાખી શકશે?
ન્યુઝીલેન્ડનો સ્ટાર ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન કાફની ઇજામાંથી સ્વસ્થ થયા બાદ પરત ફરી રહ્યો છે. લોકી ફર્ગ્યુસનના રન પર કાબુ મેળવવી શકે છે. લોકી T20 વર્લ્ડ કપ 2024માં પાપુઆ ન્યુ ગિની સામેની મેચમાં એક પણ રન આપ્યા વિના તેના ચાર ઓવરના સ્પેલમાં ત્રણ વિકેટ લીધી હતી. તે ભારતના વિસ્ફોટક બેટર્સ સામે અસરકારક સાબિત થઇ શકે છે.