બારમેરઃ રાજસ્થાનના બારમેર જિલ્લા કલેક્ટર ટીના ડાબી ફરી એકવાર સોશિયલ મીડિયામાં વિવાદમાં આવ્યાં છે. આ વખતે વિવાદનું કારણ કોઈ વહીવટી નિર્ણય કે સરકારી કામ નથી, પરંતુ ગણતંત્ર દિવસે એક મોટી ભૂલ કરી તે છે. ટીના ડાબી ધ્વજને સલામી આપતા તિરંગાની દિશા ભૂલી ગયા હતાં. જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
ધ્વજ વંદન કાર્યક્રમમાં દિશા ભૂલ્યા કલેક્ટર ટીના ડાભી
ગણતંત્ર દિવસની સવારે બારમેરમાં જિલ્લા કલેક્ટર તીના ડાબીએ પ્રથમ તેમના સરકારી આવાસ પર રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો હોવાનુ સૂત્રોએ જણાવ્યું છે. જોકે, ચર્ચાની વાત એ છે કે, ટીના ડાબીએ જિલ્લા કલેક્ટર કાર્યાલયના પરિસરમાં અધિકારીઓ, કર્મચારીઓ અને શાળાના વિદ્યાર્થિનીઓની હાજરીમાં ધ્વજ વંદનના કાર્યક્રમમાં હાજરી આપી હતી. પરંતુ તિરંગો લહેરાવ્યાં બાદ સલામી આપવામાં આવતી વખતે તીના ડાબી થોડીક વાર માટે વિપરીત દિશામાં ઊભા રહેલા દેખાયા હતાં.
સોશિયલ મીડિયામાં લોકોએ ટીના ડાબીને ટ્રોલ કર્યાં
ટીના ડાબી વિપરિત દિશામાં ઊભા હોવાવથી સુરક્ષા જવાનના ઇશારો કર્યો અને પછી તેમણે તરત જ દિશા સુધારી લીધી હતી. પરંતુ આ ઘટના એક વીડિયોમાં કેદ થઈ ગઈ અને આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા લાગ્યો છે. આ વીડિયો એક્સ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકો અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યાં છે.ડજોકે, આવું પહેલી વખત નથી કે ટીના ડાબી પોતાના કામના કારણે વિવાદમાં આવ્યાં હોય! આ પહેલા પણ તેઓ અનેક વખત સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યાં હતાં.