Tue Jan 27 2026

Logo

White Logo

પૉલ વોલ્ટમાં રાષ્ટ્રીય વિક્રમ રચનારને પનવેલ સ્ટેશને ઊતારી દેવાયા!

1 week ago
Author: Ajay Motiwala
Video

પનવેલઃ વાંસ કૂદકા (POLE VAULT)ની રમતમાં રાષ્ટ્રીય વિક્રમ ધરાવતા ઍથ્લીટ દેવ મીના અને તેના સાથી-ઍથ્લીટ કુલદીપ યાદવને પનવેલ સ્ટેશન ખાતે ટ્રેનમાંથી નીચે ઉતરી જવાનો આદેશ આપવામાં આવ્યો હોવાની ઘટનાથી ચકચાર મચી છે. તેમનો દોષ એ હતો કે તેઓ એક સ્પર્ધામાં ભાગ લીધા બાદ પાછા આવતી વખતે પોતાની સાથે વાંસની ઊંચી લાઠી લાવી રહ્યા હતા.

દેવ મીના અને કુલદીપને ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર (TTE)એ ટ્રેનમાંથી ઉતરી જવા કહ્યું હતું અને એનો વીડિયો તથા ફોટો વાઇરલ થયા છે. દેવ મીનાએ આ સતામણીને લગતા વીડિયોમાં ભારતીય રેલવેના અધિકારીઓના હાથે જે પરેશાની ભોગવવી પડી એની પેટછૂટી વાત કરી છે.

દેવ મીનાએ જણાવ્યું હતું કે પનવેલ (PANVEL) સ્ટેશન પર તેમને ઊતારી દેવાયા બાદ પાંચ કલાક સુધી અટવાઈ ગયા હતા અને તેમણે રેલવેના અધિકારીઓને એવું સમજાવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી કે તેઓ જે રમતમાં ભાગ લેતા હોય છે એમાં આ સાધન (વાંસની ઊંચી લાઠી) આવશ્યક હોય છે. તેઓ ઑલ-ઇન્ડિયા યુનિવર્સિટી ચૅમ્પિયનશિપ્સમાં ભાગ લીધા બાદ પાછા જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.

મધ્ય પ્રદેશના દેવ મીનાએ એપ્રિલ, 2025ની એક રાષ્ટ્રીય સ્પર્ધામાં પોતાનો જ 5.32 મીટરનો વિક્રમ તોડ્યો હતો અને 5.35 મીટરનો નવો રાષ્ટ્રીય વિક્રમ સ્થાપિત કર્યો હતો. એશિયામાં 6 મીટરનો અને વિશ્વમાં 6.27 મીટરનો રેકૉર્ડ છે.