ભારતએ દુનિયામાં સોનાનો સૌથી મોટો ગ્રાહક દેશ છે, પણ શું તમે જાણો છો કે ભારતની 'ગોલ્ડ કેપિટલ' તરીકે કયું શહેર ઓળખાય છે? હવે આ સવાલ સાંભળીને કદાચ તમારા માઈન્ડમાં મુંબઈ કે દિલ્હી જેવા મેટ્રો સિટીના નામ આવતા હશે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ બંને શહેરો આ રેસમાં દૂર દૂર સુધી નથી. ચાલો તમને જણાવીએ કયું છે આ સુંદર શહેર અને કેમ મળ્યું છે તેને આ ખિતાબ...
તમારી જાણકારી માટે કે કેરળના મધ્યમાં આવેલું ત્રિશૂર શહેર માત્ર સાંસ્કૃતિક વારસા માટે જ નહીં, પણ સોનાના અબજો રૂપિયાના કારોબાર માટે પણ પ્રખ્યાત છે. સદીઓથી આ શહેર સોનાના વેપાર, જ્વેલરી મેકિંગ અને ટ્રેડિંગનું સૌથી મોટું કેન્દ્ર બની ગયું છે. ત્રિશૂરને આ ખિતાબ મળવા પાછળનું મુખ્ય કારણ અહીંનું વિશાળ જ્વેલરી નેટવર્ક છે. આ શહેર ભારતનું સૌથી મોટું જ્વેલરી ઉત્પાદન જથ્થાબંધ વેપાર અને રિટેઈલનું હબ છે.
ત્રિશૂરમાં હજારો નાની-મોટી જ્વેલરી વર્કશોપ આવેલી છે જે આખા ભારતને સોનાના ઘરેણાં સપ્લાય કરે છે. કેરળની સોનાની બજારમાં ત્રિશૂરનું વર્ચસ્વ એટલું છે કે દક્ષિણ ભારતની અડધાથી વધુ જ્વેલરી ડિઝાઈન્સ અહીંથી જ તૈયાર થઈને જાય છે.
તમને જાણીને નવાઈ લાગશે કે ત્રિશૂરની અર્થવ્યવસ્થા સોના પર જ ટકેલી છે. અહીંના પરંપરાગત સુવર્ણકાર પરિવારો પેઢી દર પેઢી સોનાની અદભૂત કારીગરી શીખવતા આવ્યા છે. આ ઉદ્યોગ દ્વારા લાખો કારીગરો, ડિઝાઇનર્સ, ટ્રેડર્સ અને પોલિશર્સને સીધી રીતે કામ મળે છે. અહીંની 'બ્રાઈડલ જ્વેલરી' અને 'ટેમ્પલ જ્વેલરી' (મંદિરો માટેની ખાસ ડિઝાઈન) આખા વિશ્વમાં મશહૂર છે.
તમને જાણીને નવાઈ લાગશે કે ત્રિશૂરમાં ભારતના અન્ય કોઈ પણ શહેરની સરખામણીએ જ્વેલરી શોરૂમની સંખ્યા સૌથી વધુ છે. શહેરનો આખો કોમર્શિયલ એરિયા સોનાના વેપારથી ઝળહળતો રહે છે. અહીં બેંકો અને ફાઈનાન્શિયલ ઈન્સ્ટિટ્યૂશન્સનું નેટવર્ક એટલું મજબૂત છે કે જ્વેલર્સને સરળતાથી લોન અને ટ્રાન્ઝેક્શનમાં મદદ મળે છે, જેના કારણે આ વેપાર દિવસે-દિવસે વિકસી રહ્યો છે.
જો તમે સોનાના ઘરેણાં કે તેના ઇતિહાસમાં રસ ધરાવતા હોવ, તો તમારા માટે ત્રિશૂરની જ્વેલરી માર્કેટ જોવી એ એક લ્હાવા સમાન છે. આ શહેર જ સાબિત કરે છે કે ભારતની જ્વેલરી મેકિંગ કળા કેટલી સમૃદ્ધ છે.
છે ને એકદમ કમાલની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે પણ શેર કરજો અને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો. હવે જ્યારે પણ કેરળ બાજુ ફરવા જાવ તો આ શહેરની મુલાકાત લેવાનું ચૂકશો નહીં, હં ને?