થાણે: પુત્રને રશિયાની યુનિવર્સિટીમાં મેડિકલના અભ્યાસ માટે એડ્મિશનની ખાતરી આપીને પિતા પાસેથી 15.39 લાખ રૂપિયા પડાવી કથિત છેતરપિંડી આચરવા બદલ પોલીસે એજ્યુકેશનલ ક્ધસલ્ટન્સીના ડિરેક્ટર અને તેના ત્રણ સાથી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
આ પ્રકરણે ડોમ્બિવલીના રહેવાસીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર છ વર્ષના મેડિકલ ડિગ્રી કોસ માટે રશિયાની યુનિવર્સિટીમાં પુત્રને પ્રવેશ અપાવવા ફરિયાદીએ ક્ધસલ્ટન્સીની સલાહ માગી હતી. આરોપીએ મોબાઈલ ફોન મારફત ફરિયાદીનો સંપર્ક સાધી તેનો વિશ્ર્વાસ સંપાદન કર્યો હતો.
ડોમ્બિવલી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી પર ભરોસો કરી ફરિયાદી રૂપિયા ચૂકવવા તૈયાર થઈ ગયો હતો. ભણતરની ફી સહિતની સુવિધા પેટે ફરિયાદીએ આરોપીએ આપેલા બૅન્ક ખાતાઓમાં 27 યુએસ ડૉલર (23.08 લાખ રૂપિયા) જમા કરાવ્યા હતા. જોકે બાદમાં ફરિયાદીને જાણવા મળ્યું હતું કે ક્ધસલ્ટન્સી દ્વારા રશિયન ઈન્સ્ટિટ્યૂટમાં પૂરી રકમ જમા કરાવાઈ નહોતી.
તપાસમાં એવું જણાયું હતું કે આરોપીએ રશિયન યુનિવર્સિટીમાં માત્ર 9,000 ડૉલર (7.69 લાખ રૂપિયા) ભર્યા હતા, જે માત્ર દોઢ વર્ષની ફી જેટલા હતા. બાકીના 18,000 ડૉલરની આરોપીએ ઉચાપત કરી હતી. આ કથિત છેતરપિંડી સપ્ટેમ્બર, 2023થી જાન્યુઆરી, 2024 દરમિયાન થઈ હતી, એવું પોલીસે જણાવ્યું હતું.
મેડિકલ એડ્મિશન ફ્રોડપોતે છેતરાયો હોવાની જાણ થતાં ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે સોમવારે ચારેય જણ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)