Tue Jan 27 2026

Logo

White Logo

...અને કર્તવ્ય પથ પર સામે ચાલીને પીએમ નરેન્દ્ર મોદીજી આ કોને મળવા પહોંચ્યા?

1 day ago
Author: Darshana Visaria
Video

આજે 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસે દિલ્હીના કર્તવ્ય પથ પર આયોજિત આ સમારોહમાં ભારતની સૈન્ય શક્તિ અને સાંસ્કૃતિક વિરાસતનું અદભૂત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે, આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર પીએમ મોદીના પોતાના કાફલાને છોડીને પગે ચાલલા અને લોકોનું અભિવાદન કરતાં વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. નેટિઝન્સ આ વીડિયો પર કમેન્ટ્સ અને લાઈક કરીને પીએમ મોદીજી પર વ્હાલ વરસાવી રહ્યા છે. 

આજે 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે કર્તવ્ય પથ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આયોજિત આ પરેડમાં સ્વદેશી હથિયારોના પ્રદર્શનથી દુનિયાને ભારતની સ્વનિર્ભરતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર પરેડ બાદ પીએમ મોદીજીએ કરેલાં આ ખાસ કામની ચર્ચા થઈ રહી છે. આવો જોઈએ એવું તે શું કર્યું પીએમ મોદીજીએ...

પરેડના અંતે વડાપ્રધાન મોદીએ પોતાની જૂની પરંપરા જાળવી રાખી હતી. તેમણે પોતાના કાફલાને પાછળ છોડીને કર્તવ્ય પથ પર પગપાળા ચાલીને પ્રેક્ષકોનું અભિવાદન કર્યું હતું. વ્યુઈંગ ગેલેરીમાં બેઠેલાં લોકોને મળવા માટે પહોંચ્યા હતા. 'મોદી-મોદી'ના નારાઓ સાથે જનતાએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીએ ઘણા લાંબે સુધી ચાલીને લોકો સામે હાથ જોડીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પરંપરાગત પહેરવેશની તો દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાન મોદીની પાઘડી આકર્ષણનું કેન્દ્ર રહી હતી. પીએમ મોદીએ લાલ, પીળા અને લીલા રંગની મલ્ટી કલરવાળી સુંદર રાજસ્થાની પાઘડી પહેરી હતી. વડાપ્રધાન મોદી હંમેશા રાષ્ટ્રીય પર્વો પર ભારતના વિવિધ રાજ્યોની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતા પહેરવેશમાં જોવા મળે છે, જે ભારતની વિવિધતામાં એકતા દર્શાવે છે.

 

પરેડમાં ભારતે પોતાની સંરક્ષણ ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. રાષ્ટ્રપતિને સ્વદેશી 105 મીમી લાઈટ ફીલ્ડ ગન દ્વારા 21 તોપોની સલામી આપવામાં આવી હતી. આ વર્ષે પરેડમાં 'ઓપરેશન સિંદૂર' દરમિયાન ઉપયોગમાં લેવાયેલા અત્યાધુનિક હથિયારોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે ભારતની ટેકનોલોજીકલ મજબૂતી દર્શાવે છે.

વાત કરીએ આ વર્ષના ગણતંત્ર દિવસની પરેડના મુખ્ય અતિથિનો તો આ વર્ષે અતિથિ તરીકે યુરોપિયન યુનિયનના પ્રમુખ ઉર્સુલા લોન ડેર લેયેન અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો લુઈસ સાંતોસ દા કોસ્ટા ઉપસ્થિત રહ્યા હતા. પરેડની શરૂઆત પહેલા વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રીય સમર સ્મારક પર જઈને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.