નવી દિલ્લીઃ 77મા પ્રજાસત્તાક પર્વ પર પીએમ મોદીએ મલ્ટી કલર પાઘડી પહેરી છે. 2015 થી 2026 સુધી પીએમ મોદી દરેક વખતે અલગ અંદાજમાં નજરે પડ્યા છે. પીએમ મોદીએ આ વર્ષે મલ્ટી કલરની ટાઈ એન્ડ ડાઈ કલાથી બનેલી બાંધણી પાઘડી પહેરી છે. જેમાં મરૂન, ગુલાબી, લીલો, પીળો અને વાદળી રંગ છે.
પાઘડી પર સોનેરી રંગથી મોરપીંછની પેટર્ન છે. વડા પ્રધાને ડાર્ક બ્લૂ રંગનો કુર્તો, લાઈટ બ્લુની હાફ જેકેટ અને સફેદ ચુડીદાર પાયજામો પહેર્યો છે. તેમનો આ લુક ભારતીય વાયુસેના અને નૌકાદળના ડ્રેસથી પ્રેરિત છે.
2025માં વડા પ્રધાન મોદી સફેદ કુર્તા-પાયજામામાં સજ્જ ઘેરા ભૂરા રંગનો બંધગળાનો કોટ અને માથા પર લાલ-પીળા શેડવાળો કેસરિયા સાફો પહેરીને પરેડમાં પહોંચ્યા હતા. 2024માં PM મોદીએ કેસરિયા, ગુલાબી અને પીળા રંગની બાંધણી પ્રિન્ટની ગુજરાતની પરંપરાગત પાઘડી સાથે સફેદ કુર્તા-પાયજામા અને ભૂરા રંગની બંડી પહેરી હતી.
2023માં વડા પ્રધાને સફેદ કુર્તા-પાયજામા સાથે કાળો કોટ પહેર્યો હતો. માથા પર મલ્ટી કલરની રાજસ્થાની પાઘડી હતી, જેનો અંતિમ છેડો કમર સુધીનો હતો. 2022માં મોદીએ પાઘડીના બદલે ઉત્તરાખંડની પરંપરાગત ટોપી પહેરી હતી. આના પર લાગેલી સ્ટ્રીપમાં બ્રહ્મ કમળ હતું, જે ઉત્તરાખંડનું રાજકીય ફૂલ છે.
2021માં પીએમ મોદીએ ગુજરાતના જામનગરના શાહી પરિવાર પાસેથી ભેટમાં મળેલી હલારી પગડી પહેરી હતી. આ લાલ રંગની હતી, જેના પર પીળા રંગની બૂટિઓ હતી. 2020માં મોદીએ આસમાની રંગનો લાઈટ બ્લૂ કુર્તો, ડાર્ક બ્લૂ હાફ જેકેટની સાથે ભગવા બંધેજ પ્રિન્ટનો સાફો પહેર્યો હતો. આમાં લાલ-પીળા રંગની બૂટિઓ બનેલી હતી.
2019માં વડા પ્રધાન સફેદ કુર્તા-પાયજામા અને બ્રાઉન જેકેટમાં નજરે પડ્યા હતા. રાજસ્થાની શૈલીની ભગવા અને લાલ શેડની પાઘડી પહેરી હતી, જેનો છેડો કમર સુધી હતો. 2018માં તેમણે 2018 સફેદ રંગનો કુર્તા-પાયજામા અને બ્લેક જેકેટ પહેર્યું હતું. સાથે જ રાજસ્થાની બાંધણી અને લહેરિયા પેટર્નમાં લાલ, લીલો, વાદળી અને ભગવા રંગની પાઘડી ધારણ કરી હતી.
2017માં PM સફેદ કુર્તા-પાયજામા અને ડાર્ક બ્લૂ રંગની સ્લીવલેસ બંડીમાં નજરે પડ્યા હતા. માથા પર હળવા ગુલાબી રંગની રાજસ્થાની સાફો બાંધ્યો હતો. જેના પર સિલ્વર કલરની ક્રોસ લાઈનો હતી. 2016માં વડા પ્રધાન મોદીએ ચમકદાર પીળા રંગ પર હળવા ગુલાબી રંગની ટાઈ-ડાઈ (બંધેજ) પ્રિન્ટ વાળી પાઘડી પહેરી હતી આની સાથે હળવા ભૂરા રંગનો બંધગળાનો સૂટ પહેર્યો હતો.
2015માં વડા પ્રધાન મોદીએ ચમકદાર પીળા રંગ પર હળવા ગુલાબી રંગની ટાઈ-ડાઈ (બંધેજ) પ્રિન્ટવાળી પાઘડી પહેરી હતી. આની સાથે હળવા ભૂરા રંગના બંધગળાનો સૂટ પહેર્યો હતો.