Tue Jan 27 2026

Logo

White Logo

પનવેલના પ્રૌઢે શૅર ટ્રેડિંગ ફ્રોડમાં 74.67 લાખ રૂપિયા ગુમાવ્યા

5 days ago
Author: Yogesh D Patel
Video

થાણે: પનવેલના 59 વર્ષના પ્રૌઢને શૅર ટ્રેડિંગમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે 74.67 લાખ રૂપિયાનો ચૂનો ચોપડવામાં આવ્યો હતો. પનવેલમાં રહેતા ફરિયાદીનો આરોપીઓએ સંપર્ક સાધ્યો હતો અને શૅર ટ્રેડિંગમાં રોકાણ કરવા માટે સમજાવ્યો હતો. ફરિયાદીનો વિશ્ર્વાસ સંપાદન કરવા માટે શરૂઆતમાં તેના બૅંક અકાઉન્ટમાં નાનો નફો જમા કરવામાં આવ્યો હતો.

ત્યાર બાદ આરોપીઓએ નકલી ટ્રેડિંગ ઇન્ટરફેસ પર વધારે પડતું વળતર બતાવીને મોટી રકમનું રોકાણ કરવા માટે કહ્યું હતું અને બૅંક અકાઉન્ટ નંબર આપીને પૈસા ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. ફરિયાદીએ 28 નવેમ્બર, 2025થી 1 જાન્યુઆરી, 2026 દરમિયાન આરોપીઓએ જણાવેલા બૅંક અકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

જોકે ફરિયાદીને ન તો કોઇ વળતર મળ્યું હતું અને ન તો તેણે રોકેલા રૂપિયા પાછા મળ્યા હતા, એમ સાયબર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું. આ પ્રકરણે નોંધાવવામાં આવેલી ફરિયાદને આધારે સાયબર પોલીસે મંગળવારે પાંચ આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની સંબંધિત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. (પીટીઆઇ)