લાહોરઃ પાકિસ્તાને રવિવારે ટી20 વર્લ્ડકપ માટે 15 સભ્યોની ટીમ જાહેર કરી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવીએ કહ્યું હતું કે, ટીમનું આ ટુર્નામેન્ટમાં રમવું દેશના વડા પ્રધાનના નિર્ણય પર નિર્ભર છે. એટલું જ નહીં વર્લ્ડ કપના બહિષ્કારની પણ ધમકી આપી હતી.જોકે આઈસીસીની ધમકી બાદ પાકિસ્તાને ટી20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી હતી. ટીમ સલમાન આગાના નેતૃત્વમાં જ રમશે.
બાબર આઝમને ટીમમાં સ્થાન મળ્યું છે. તે ટીમમાં હોવાથી પાકિસ્તાનને ફાયદો થશે. તેનો અનુભવ ટીમને કામ લાગશે. હારિસ રાઉફની ગેરહાજરીમાં ફાસ્ટ બોલિંગ આક્રમણની જવાબદારી શાહીન અને નસીમ શાહ પર રહેશે. ટીમમાં અશરફ, શાદાબ ખાન અને મોહમ્મદ નવાજ જેવા ઓલરાઉન્ડરને પણ સ્થાન મળ્યું છે. વિકેટકિપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનને ટીમમાં સ્થાન મળ્યું નથી.
ટી20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમ
સલમાન આગા (કેપ્ટન), અબરાર અહમદ, બાબર આઝમ, ફહીમ અશરફ, ફખર જમાં, ખ્વાજા મોહમ્મદ નફે (વિકેટકીપર), મોહમ્મદ નવાજ, મોહમ્મદ સલમાન મિર્ઝા, નસીમ શાહ, શાહિબજાદા ફરહાન (વિકેટકિપર), સઈમ અયુબ, શાહીન શાહ આફ્રિદી, શાદાબ ખાન, ઉસ્માન ખાન, ઉસ્માન તારિક
ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં
ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપ - એ માં છે, આ સિવાય ગ્રુપમાં નેધરલેન્ડ, અમેરિકા, નામીબિયા પણ છે. પાકિસ્તાનની ટીમ 7 ફેબ્રુઆરીએ નેધરલેન્ડ સામે મેદાનમાં ઉતરીને અભિયાનની શરૂઆત કરશે. પાકિસ્તાનની ટીમ ટી20 વર્લ્ડકપમાં તમામ મુકાબલા શ્રીલંકામાં રમશે. ભારત - પાકિસ્તાનનો મુકાબલો 15 ફેબ્રુઆરીએ થશે. આ મેચ પર અત્યારથી જ ક્રિકેટ ચાહકોની નજર છે.
Pakistan bring back seasoned stars for the #T20WorldCup 🙌
— ICC (@ICC) January 25, 2026
Squad details 👇https://t.co/nYJElrUaue
પાકિસ્તાન માટે આ ટૂર્નામેન્ટ કેમ મહત્વની છે?
7 ફેબ્રુઆરીથી શરૂ થનારી આ ટૂર્નામેન્ટ પાકિસ્તાન માટે ખૂબ જ મહત્વની છે. કારણ કે ટીમ અત્યાર સુધી માત્ર એક જ વાર આ ખિતાબ જીતી શકી છે. પાકિસ્તાન 2009માં T20 વિશ્વ કપ ચેમ્પિયન બન્યું હતું, ત્યારથી અત્યાર સુધી તે ફરી ક્યારેય ટ્રોફી જીતી શક્યું નથી. 2024ના T20 વિશ્વ કપમાં પાકિસ્તાનનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું, તેથી આ વખતે ટીમ પોતાનું જોર બતાવવાનો પ્રયાસ કરશે. સલમાન આગાની ટીમ પાસે બીજી વખત આ ખિતાબ પોતાના નામે કરવાની તક રહેશે.