Tue Jan 27 2026

Logo

White Logo

ઓફિસમાં 58 મિનિટ બાદ બે મિનિટ માટે કરી લો આ કામ, નહીંતર પસ્તાવવાનો વારો આવશે...

2 days ago
Author: Darshna Visaria
Video

આજની ભાગદોડભરી અને બેઠાડુ જીવનશૈલીમાં હૃદયરોગ એ વિશ્વભરમાં મૃત્યુનું સૌથી મોટું કારણ બની ગયું છે. ખાસ કરીને કોર્પોરેટ જગતમાં કામ કરતા લોકો, જેઓ દિવસના 8 થી 10 કલાક સતત ખુરશી પર બેસી રહે છે, તેમનામાં હાર્ટ અટેક અને કાર્ડિયાક અરેસ્ટનું જોખમ અનેકગણું વધી જાય છે. લાંબો સમય હલનચલન વગર બેસી રહેવાથી બ્લડ સર્ક્યુલેશન ધીમું પડે છે અને હૃદય પર નકારાત્મક અસર થાય છે.

એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર જો તમે તમારા વર્કલોડ વચ્ચે તમે દર 58 મિનિટ કામ કર્યા પછી માત્ર 2 મિનિટ હળવી કસરત કરો છો, તો તમે તમારા હૃદયને લાંબા સમય સુધી સ્વસ્થ રાખી શકો છો. દિવસના 8 કલાકના કામ દરમિયાન જો તમે 8 વાર આવું કરશો, તો તમારું બ્લડ ફ્લો સુધરશે અને સ્નાયુઓ જકડાઈ જવાની સમસ્યા દૂર થશે અને કોઈ પણ મોટી મુશ્કેલીમાં ફસાતા બચી જશો. 

ઓફિસમાં કરી શકાય તેવી હળવી અને સરળ કસરતો

જો તમે કલાકો સુધી ડેસ્ક જોબ કરો છો તો તમારા માટે કરી શકો એવી કસરસ વિશે અહીં માહિતી આપવામાં આવી છે. અહીં જણાવવામાં આવેલી આ કસરતો તમે તમારી ઓફિસની કેબિન કે ડેસ્ક પાસે ખૂબ જ સરળતાથી કરી શકો છો. 

⦁     તાઈ ચી હોપ સ્ટ્રેચ: સીધા ઉભા રહી પંજા પર ઉછળતા હાથને ઉપર-નીચે કરો. આશરે 50 વાર આવું કર્યા પછી થોડી સેકન્ડ ચાલવું.
⦁     સેમી પુશ-અપ્સ: મજબૂત ખુરશી કે સોફાનો ટેકો લઈ 10-15 વાર હળવા પુશ-અપ્સ કરો.
⦁     સિટિંગ લેગ રેઝિસ્ટન્સ: ખુરશી પર બેસીને એડીઓને ઉપર-નીચે કરો (10 વાર). આનાથી પગમાં લોહીનું પરિભ્રમણ વધશે.
⦁     રિવર્સ ડિપ્સ: ખુરશી પર હાથ પાછળ ટેકવી પગ આગળ ફેલાવો અને હાથના જોરે શરીરને ઉપર-નીચે કરો (25 વાર).
⦁     વોલ સિટ: દીવાલના ટેકે ઉભા રહી ઘૂંટણમાંથી વળીને 40-60 સેકન્ડ સુધી 'સિટિંગ પોઝિશન'માં રહો.
⦁     લેગ સ્વિંગ: ખુરશીનો ટેકો લઈ એક-એક પગને હવામાં 15-15 વાર હલાવો.
⦁     તાઈ ચી સ્ક્વોટ પોઝ: પગ ફેલાવી ઘૂંટણ હળવા વાળીને પંજા ઉપર કરો (50 વાર).
⦁     સ્કીપિંગ: જો દોરડા ન હોય તો પણ હાથ ફેલાવીને એક જ જગ્યાએ 100 વાર હળવા જમ્પ કરો.