Tue Jan 27 2026

Logo

White Logo

મુંબઈ ફાયર બ્રિગેડની ઐતિહાસિક ‘ટર્ન ટેબલ સિડી’નું રિસ્ટોરેશન આજે પ્રજાસત્તાક દિને દાયકા જૂની સિડીનું થશે અનાવરણ...

1 day ago
Author: sapna desai
Video

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈ ડૉકમાં ૧૯૪૪ની સાલમાં માલવાહક જહાજમાં લાગેલી ભીષણ આગને બુઝાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા ઐતિહાસિક ‘ટર્ન ટેબલ સિડી’નું મુંબઈ ફાયર બ્રિગેડ દ્વારા સમારકામ અને સુધારા વધારા કરીને તેને ફરી રસ્તે દોડતી કરવાનો ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઐતિહાસિક વાહનનું સોમવારે, પ્રજાસત્તાક દિને ફોર્ટમાં આવેલા મુંબઈ મહાનગરપલિકાના મુખ્યાલમાં રાજ્યના મુખ્ય પ્રધાનના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું.

 ‘ટર્ન ટેબલ સિડી’ રહેલા ઐતિહાસિક વાહનનું ૧૯૩૭માં ઈંગ્લેન્ડના લેલૅંડ કંપનીમાં નિર્માણ કરવામાં આવ્યું હતું. એ બાદ ૨૪ સપ્ટેમ્બર, ૧૯૪૧માં મુંબઈ ફાયરબિગ્રેડના કાફલામાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એ સમયની ઊંચી ઈમારત, ગોદામ તેમ જ બંદર પરિસરમાં ઊંચાઈવાળા ભાગમાં પહોંચવા માટે આ અત્યાધુનિક સીડી માનવામાં વતી હતી. આ સિડી પૂર્ણરીતે લોંખડમાંથી બનાવવામાં આવી હતી, જે હાથથી મેકેનિકલ પદ્ધતિએ ફેરવવામાં આવતી હતી.

મુંબઈ બંદર (મુંબઈ ડૉક)માં ૧૪ એપ્રિલ, ૧૯૪૪ના લાંગરેલા એસ.એસ. ફોર્ટ સ્ટિકિન આ માલવાહક જહાજમાં આગ લાગી હતી. દારૂગોળો, સ્ફોટક, ઈંધણ અને યુદ્ધ સામગ્રીથી  આ જહાજ ભરેલું હતું. તેથી જહાજ પરની આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું. આવી ભીષણ પરિસ્થિતિમાં મુંબઈ ફાયરબ્રિગેડના જવાનોએ  ‘ટર્ન ટેબલ સિડી’ રહેલા વાહનની મદદથી બચાવકાર્ય હાથમાં લીધું હતું. બંદર પરના ઊંચા ગોદામમાં આગ બુઝાવવા માટે ત્યાં સુધી પહોંચવા, જહાજની આજુબાજુ ફસાઈ ગયેલાઓને બચાવવા તેમ જ જખમીઓને નીચે ઉતારવા જેવા અનેક કામ આ વાહનની મદદથી કરવામાં આવ્યા હતા. આગની દુર્ઘટનામાં અનેક લોકોના મૃત્યુ થયા હતા. છતાં મુંબઈ ફાયરબ્રિગેડના જવાનોએ તેમના રેસ્ક્યુ ઓપરેશનથી અનેકના જીવ બચાવ્યા હતા.


‘ટર્ન ટેબલ સિડી’  રહેલા આ વાહન સમયાંતરે બગડી ગયું હતું અને તેને ફાયરબિગ્રેડમાં સેવામાંથી નિવૃત પણ કરવામાં આવ્યુંં હતું. જોકે તેને સ્મૃતિ સ્વરૂપમાં મુંબઈ ફાયરબ્રિગેડના મુખ્યાલયામાં એટલે ભાયખલા ફાયરબ્રિગેડમાં તેનું જતન કરીને રાખવામાં આવ્યું હતું. પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ વાહનના ઐતિહાસિક મહત્ત્વને ધ્યાનમાં રાખીને પાલિકા કમિશનર તથા પ્રશાસક ભૂષણ ગગરાણીએ તેનું પુર્ન જતન કરવાની યોજના બનાવી હતી, જેમાં  ઉદ્યોગપતિ ગૌતમ સિંઘાનિયાના સહકારથી વાહનને નવું સ્વરૂપ આપવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. જે.કે.ઈન્વેસ્ટર બોમ્બે લિમિટિડ કંપનીના સુપર કાર ક્લાબ ગૅરેજમાં વાહનનું સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું.

અનેક દસકાથી બંધ થયેલા આ વાહનને પુર્ન શરૂ કરવા  ‘ટર્ન ટેબલ સિડી’ ના વાહનના જંગ લાગેલા મશીન અને સૌથી મહત્ત્વનું એટલે વાહનના છૂટ્ટા ભાગ મેળવવું મુશ્કેલ કામ હતું. વાહનની બનાવટ અત્યંત જૂની હોવાથી તેના સ્પેર પાર્ટ ઉપલબ્ધ નહોતા. તે માટે તે સમયનું ટેક્નિકલ નોંધ, પ્લાન અને તેનો સંદર્ભ શોધવામાં આવ્યો તો. તે મુજબ દરેક છૂટા સ્પેર પાર્ટની ડિઝાઈન તૈયાર કરીને આધુનિક ટેક્નોલોજીની મદદથી આ સ્પેર પાર્ટ નવેસરથી બનાવવામાં આવ્યા હતા. હવે આ વાહન રસ્તા પર દોડવા સજ્જ થઈ ગયું છે.