Tue Jan 27 2026

Logo

White Logo

બુધ અને શનિ 20 વર્ષે બનાવશે ખાસ યોગ, ખુલી જશે આ ત્રણ રાશિના જાતકોનું ભાગ્ય...

3 days ago
Author: Darshana Visaria
Video

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શનિને શક્તિશાળી ગ્રહ માનવામાં આવે છે, કારણ કે તે દરેક વ્યક્તિને તેના કર્મ પ્રમાણે ફળ આપે છે. આ જ કારણસર શનિને ન્યાયના દેવતા, કર્મફળ દાતા કહેવામાં આવે છે. આ સિવાય તમામ ગ્રહોમાં શનિ સૌથી ધીમી ગતિએ ગોચર કરે છે. તે એક રાશિમાં અઢી વર્ષ રહે છે અને આવી સ્થિતિમાં એક રાશિચક્ર પૂર્ણ કરવામાં શનિને 30 વર્ષનો સમય લાગે છે. હાલમાં ન્યાયના દેવતા શનિ મીન રાશિમાં બિરાજમાન છે અને કોઈને કોઈ ગ્રહની સાથે યુતિ અને સંયોગ બનાવતા રહેશે. ટૂંક સમયમાં જ શનિ ગ્રહોના રાજકુમાર બુધની સાથે ગોચર કરશે, જેને કારણે અર્ધકેન્દ્ર યોગનું નિર્માણ થઈ રહ્યું છે. 

મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 28મી જાન્યુઆરીના રોજ સાંજે 5.05 કલાકે બુધ અને શનિ એકબીજાથી 45 ડિગ્રી પર આવશે, જેનાથી અર્ધકેન્દ્ર યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ સમયે બુધ મકર રાશિમાં બિરાજમાન છે. જ્યાં તે સૂર્ય, મંગળ અને શુક્ર સાથે યુતિ કરી રહ્યા છે. આ યોગને કારણે કેટલીક રાશિના જાતકોને અપરંપાર લાભ થઈ રહ્યો છે, ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. 

મીન:
મીન રાશિના જાતકો માટે બુધ-શનિનો યોગ લાભકારી સાબિત થઈ શકે છે. આ રાશિના નવમાં ભાવમાં બુધ અને લગ્ન ભાવમાં શનિ બિરાજમાન છે. તેવામાં આ રાશિના જાતકોને ઘણા ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેવાની છે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. આ રાશિના જાતકોને પરિવાર, કરિયર અને આર્થિક સ્થિતિ પર સકારાત્મક પ્રભાવ જોવા મળી શકે છે. 

સિંહ:
આ રાશિના જાતકો માટે પણ શનિ-બુધનો અર્ધકેન્દ્ર યોગ લાભદાયક સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. આ રાશિના આઠમાં ભાવમાં બુધ અને શનિ છઠ્ઠા ભાવમાં બિરાજમાન છે. તેવામાં આ રાશિના જાતકો માટે આ યોગ મિશ્રિત ફળ આપી શકે છે. જમીન-ભવનનો લાભ મળી શકે છે. કોઈ લોન લેવાનું વિચારી રહ્યાં છો તો તેમાં સફળતા મળી શકે છે. પરંતુ પૈસાના મામલામાં ચાવતેતી રાખવી જરૂરી છે. વાણી પર સંયમ રાખો તો પાર્ટનર અને પરિવાર સાથે સારો સમય પસાર થઈ શકે છે. 

વૃષભ:
વૃષભ રાશિના જાતકો માટે બુધનું મકર રાશિમાં રહી શનિ સાથે અર્ધકેન્દ્ર યોગ બનાવવો શુભ સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકો માટે આ સમયગાળો શાનદાર રહેશે. તમારી ગોચર કુંડળીમાં બુધ નવમાં અને શનિ ત્રીજા ભાવમાં રહેશે. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. લાંબા સમયથી અટવાયેલા કામ થઈ શકે છે. આ સાથે ધન-ધાન્યમાં વધારો થશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. તમારી કોઈ મોટી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. બિઝનેસમાં પણ ઘણા શુભ અવસર મળી શકે છે.