ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવ અને એક્ટ્રેસ ખુશી મુખર્જીનો વિવાદ વકરી રહ્યો છે અને હવે તો ખુશી મુખર્જીએ હદ કરી નાખી છે. પેપ્ઝ સાથે વાત કરતાં ખુશી મુખર્જીએ ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. ખુશીએ દાવો કર્યો છે કે જો સૂર્ય કુમાર યાદવ માનહાનિનો કેસ હારી જશે તો તે સૂર્યકુમાર યાદવ સામે 500 કરોડ રૂપિયાનો દાવો માંડશે. ચાલો જોઈએ શું છે આખી સ્ટોરી વિસ્તારથી...
વાત જાણે એમ છે કે ઈન્ડિયન ક્રિકેટર સૂર્યકુમાર યાદવને લઈને એક્ટ્રેસ ખુશી મુખર્જીએ મોટો દાવો કર્યો હતો. તેણે પેપ્ઝ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ક્રિકેટર તેને અવારનવાર મેસેજ કરતાં હોય છે. ખુશીના આ નિવેદન બાદ ઈન્ટરનેટ પર ખળભાટ મચી ગયો. જોકે, ખુશીને આંચકો ત્યારે લાગ્યો જ્યારે ઈન્ફ્લ્યુઅન્સર ફૈઝાન અંસારીએ ખુશી સામે 100 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો હતો. આ દાવા બાદ ખુશી પોતાની વાતોથી પલટતી જોવા મળી હતી.
ખુશી હાલમાં જ પેપ્ઝ સાથે વાત કરતી જોવા મળી હતી અને તેણે પેપ્ઝને જણાવ્યું હતું કે જો સૂર્યકુમાર યાદવ આ કેસ હારી જશે તો તે તેમની સામે 500 કરોડ રૂપિયાનો કેસ દાખશ કરશે. આ સમયે ખુશી મુખર્જીએ પેપ્ઝ સાથે ખૂબ જ ફ્રેન્ડલી રીતે વાત કરતી જોવા મળી હતી. ખુશીએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે તેણે જે પણ કહ્યું એમાં જરાય કંઈ ખોટું નથી. ઘણા લોકો મારી સાથે વાત કરે છે અને એમાં ક્રિકેટર્સનો સમાવેશ પણ થાય છે. અલગ અલગ પ્રોફેશનના અપરિણીત લોકો પણ આમાં સામેલ છે.
ખુશીએ પેપ્ઝ સાથેની વાતમાં એવી સ્પષ્ટતા પણ કરી હતી કે મેં મારી વાતોથી કોઈની પણ છબિ ખરડાવવાનો પ્રયાસ કર્યો નથી. જેણે મારી સામે માનહાનિનો કેસ કર્યો છે હું એ વ્યક્તિને ઓળખતી પણ નથી. મને હજી સુધી કોઈ લીગલ નોટિસ નથી મળી.
ખુશીએ સ્પષ્ટતા કરી હતી કે હું સૂર્યકુમાર હું ડિફેન્ડ નહોતી કરી હતી. મારી વાતને ખેંચવામાં આવી છે અને તેને તોડી મરોડીને રજૂ કરવામાં આવી છે. મારા મોઢામાંથી આ વાત નીકળી ગઈ છે, અમારી વાતચીત થતી હતી. કદાચ મારે આ વાત નહોતી કહેવી જોઈતી. પરંતુ એમાં માનહાનિ કરવા જેવી કોઈ વાત જ નહોતી.
હવે ખુશી ભલે પોતાનું સ્ટેટમેન્ટ બદલી રહી છે પણ યુઝર્સ તેના સ્ટેટમેન્ટની ટીકા કરી રહ્યા છે. કેટલાક નેટિઝન્સે તો ત્યાં સુધીનો દાવો કર્યો હતો કે ખુશી માત્ર સસ્તી પબ્લિસિટી અને અટેન્શન માટે આવું કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખુશી પોતાની બોલ્ડ પર્સનાલિટી અને રિવીલિંગ આઉટફિટને કારણે ચર્ચામાં રહેતી હોય છે.