Tue Jan 27 2026

Logo

White Logo

15 મિનિટમાં શરતો માનો નહીં તો મોતને ભેટો! વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિનાં યુએસ સેના પર આરોપ

2 days ago
Author: Savan Zalaria
Video

કરાકાસ: યુએસ સેનાએ 3 જાન્યુઆરીનાં રોજ વેનેઝુએલાની રાજધની કરાકાસ પર હુમલો કરીને તત્કાલીન રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીનું અપહરણ કર્યું હતું. હાલના વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે દાવો કર્યો કે જ્યારે માદુરોનું અપહરણ કરવામાં આવ્યું, ત્યારે યુએસ સૈનિકોએ પ્રધાનમંડળના સભ્યોને યુએસની માંગણીઓ પર નિર્ણય લેવા માત્ર 15 મિનિટનો સમય આપ્યો હતો. યુએસ સેનાએ પ્રધાન મંડળના સભ્યોને મારી નાખવાની ધમકી આપી હતી.

યુએસના હુમલાના સાત દિવસ બાદ યોજાયેલી 2 કલાકની બેઠક દરમિયાનનો એક વીડિયો રેકોર્ડિંગ લીક થયો છે. વિડીયોમાં રોડ્રિગ્ઝને એમ કહી રહ્યા છે કે તેમની પ્રાથમિકતા રાજકીય સત્તા જાળવી રાખવાની હતી. 

રોડ્રિગ્ઝ કહી રહ્યા છે,"રાષ્ટ્રપતિનું અપહરણ થયા બાદથી જ ધમકીઓ શરૂ થઈ ગઈ હતી. તેમણે ડાયોસડાડો (ગૃહપ્રધાન), જોર્જ (કાર્યકારી રાષ્ટ્રપતિના ભાઈ અને કોંગ્રેસનલ પ્રમુખ) અને મને જવાબ આપવા માટે 15 મિનિટનો સમય આપ્યો, નહીં તો તેઓ અમને મારી નાખશે."

વિડીયો રેકોર્ડિંગમાં રોડ્રિગ્ઝે કહી રહ્યા છે, "આ સંજોગોમાં જવાબદારીઓ સંભાળવી પડી રહી છે, એ દુ:ખદાયક છે. યુએસ સૈનિકોએ અમને જણાવ્યું હતું કે માદુરો અને તેમનીનું અપહરણ નહીં, પરંતુ હત્યા કરવામાં આવી છે". 

અગાઉ એવા અહેવાલો હતાં કે યુએસ સેનાએ માદુરોને બંધક બનાવ્યા તે પહેલાં રોડ્રિગ્ઝ અને તેના ભાઈએ ટ્રમ્પને સહકાર આપવાની સંમતિ દર્શાવી હતી. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની માંગણીઓ માનવા બદલ રોડ્રિગ્ઝનાં વખાણ કર્યા હતાં. રોડ્રિગ્ઝે કહ્યું કે તેમણે સતત ધમકીઓ અને બ્લેકમેલને કારણે શરતો સ્વીકારી હતી.  

ટ્રમ્પે એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે જો રોડ્રિગ્ઝ યુએસની શરતો નહીં માને તો રેને ખૂબ મોટી કિંમત ચૂકવવી પડશે, કદાચ માદુરો કરતાં પણ વધુ મોટી.