Tue Jan 27 2026

Logo

White Logo

કલ્યાણ-ડોંબિવલીમાં ખેલ ખેલાશે! ઠાકરે જૂથના 4 કોર્પોરેટરો ગુમ, આ પક્ષ સાથે મિલાવી શકે છે હાથ

2 days ago
Author: Savan Zalariya
Video

કલ્યાણ: કલ્યાણ-ડોંબિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન (KDMC)ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ રાજકારણ ગરમાયું છે, કોઈ પક્ષને સ્પષ્ટ બાહુમતી નથી મળી, જેને કારણે જોડ-તોડનું રાજકારણ ચાલી રહ્યું છે. એવામાં શનિવારે શિવસેના (UBT)  ચાર કોર્પોરેટરો કથિત રીતે ગુમ થઇ જતાં ખળભળાટ મચી ગયો છે, જે અંગે વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. અહેવાલ મુજબ ગુમ થયેલા આ કોર્પોરેટરો એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાને સમર્થન આપી શકે છે.

અહેવાલ મુજબ શિવસેના (UBT)ના ચૂંટાયેલા કોર્પોરેટર મધુર મ્હાત્રે, કીર્તિ ધોણે, રાહુલ કોટ અને સ્વપ્નિલ કેનેનો સંપર્ક થઇ શક્યો નથી. શિવસેના(UBT)ને હોર્સ ટ્રેડીંગની શંકા છે, પક્ષના સ્થાનિક નેતા શરદ પાટીલે કોલસેવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

શું છે સત્તાનું સમીકરણ?
નોંધનીય છે કે KDMC માં કુલ 122 બેઠકો છે. શિવસેના પાસે 53 કોર્પોરેટરો છે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના પાંચ કોર્પોરેટરોના સમર્થનથી શિવસેના બહુમતીની નજીક પહોંચી ગઈ છે. ભારતીય જનતા પાર્ટી (BJP) પાસે 50 કોર્પોરેટરો છે. શિવસેના સેના(UBT)પાસે 11 કોર્પોરેટરો છે. પાંચ MNS કોર્પોરેટરો બાદ જો શિવ સેનાને ચાર ગુમ થયેલા શિવસેના(UBT) કોર્પોરેટરોનું સર્મથન મળી જાય તો તે 62 નો બહુમતી આંકને સ્પર્શી શકે છે.

શિવસેના (UBT) માં તિરાડ પડશે?
શિવસેના (UBT) ના 11 કોર્પોરેટરોમાંથી માત્ર સાત કોર્પોરેટરોએ કોંકણ ડિવીઝનલ કમિશનર સાથે એક જૂથ તરીકે સત્તાવાર રજીસ્ટ્રેશન કર્યું છે. એવાં અહેવાલો કે શિવસેના (UBT)ના બે કોર્પોરેટરો એકનાથ શિંદેની શિવસેના સેનાના સંપર્કમાં છે, જ્યારે બે કોર્પોરેટરો હાલ કોઈ પતો નથી. એવા પણ અહેવાલ છે કે શિવસેના (UBT)ના પ્રતીક પર ચૂંટણી લડ્યા બાદના બે કોર્પોરેટરો MNSમાં પરત ફરે તેવી શક્યતા છે.

થાણે પોલીસે કોર્પોરેટરો ગુમ થવા અંગે કેસ નોંધવાની મનાઈ ફરમાવી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા કોર્પોરેટરોએ પોતાની મરજીથી સંપર્ક કાપી નાખ્યો છે, માટે કોઈ કેસ નોંધાવામાં આવ્યો નથી.

KDMC ચૂંટણી બાદ તાજેતર ઘટનાક્રમને કારણે મહાયુતિ અને ઠાકરે બંધુઓમાં તકરાર ઉભી થઇ છે. MNSએ શિંદેની આગેવાની હેઠળની સેનાને ટેકો આપતા શિવસેના (UBT) એ નારાજગી વ્યક્ત કરી છે. બીજી તરફ રાજ્યમાં સાથે મળીને સરકાર પર બેઠલા ભાજપ અને શિવસેના પણ આમને સામને છે.