Tue Jan 27 2026

Logo

White Logo

IND vs NZ 2nd T20: ભારતીય ટીમે ધરાશાયી કર્યો પાકિસ્તાનનો વર્લ્ડ રેકોર્ડ

3 days ago
Author: MayurKumar Patel
Video

રાયપુરઃ  બીજી ટીટ20માં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવના વિસ્ફોટક 82 રન તથા ઈશાન કિશનના 76 રનની તોફાની ઈનિંગ્સના સહારે ન્યૂ ઝીલેન્ડને7 વિકેટથી હાર આપી હતી.  શુક્રવારે રમાયેલી આ મેચમાં ન્યૂ ઝીલેન્ડે આપેલા 209 રનના વિશાળ લક્ષ્યને ભારતે માત્ર 15.2 ઓવરમાં જ હાંસલ કરી લીધું હતું. આ જીત સાથે ભારતે અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા હતા.

ભારત T20 ક્રિકેટમાં 200થી વધુ રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે સૌથી વધારે બોલ બાકી રાખીને મેચ જીતનાર દેશ બન્યો હતો. ભારતે ન્યૂ ઝીલેન્ડ સામે બીજી ટી20 મેચમાં 28 બોલ બાકી રાખીને 209 રનના ટાર્ગેટ હાંસલ કર્યો હતો. આ લિસ્ટમાં બીજા સ્થાને કિસ્તાન છે. તેણે 2025માં ન્યૂ ઝીલેન્ડ સામે 24 બોલ બાકી હતા ત્યારે 205 રનનો ટાર્ગેટ સફળતાપૂર્વક પાર કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે 2025માં વેસ્ટ ઈન્ડીઝ સામે 23 બોલ બાકી હતા ત્યારે મેચ જીતી હતી.

આ ઉપરાંત ભારત 200+ ટાર્ગેટનો સૌથી વધુ વખત સફળતાપૂર્વક પીછો કરનારા દેશમાં બીજા ક્રમે આવી ગયું છે. ટીમ ઈન્ડિયાએ આ કારનામું છ વખત કર્યું છે. જ્યારે ઓસ્ટ્રેલિયા સાત વખત આ પરાક્રમ કરી ચુક્યું છે.  સાઉથ આફ્રિકાએ પાંચ વખત, પાકિસ્તાને ચાર વખત, ઈંગ્લેન્ડે ત્રણ વખત આ કારનામું કર્યું છે. 

ભારતે આ પહેલા 2023માં ઓસ્ટ્રેલિયા વિરુદ્દ 209 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો. જ્યારે વેસ્ટ ઈન્ડીઝ સામે 2018માં 208 રનનો ટાર્ગેટ, ટીમ ઈન્ડિયાએ 2009માં શ્રીલંકા સામે 207 રન, 2020માં ન્યૂઝીલેન્ડ સામે 204 રન, 2013માં ઓસ્ટ્રેલિયા સામે 202 રનનો ટાર્ગેટ સફળતાપૂર્વક હાંસલ કર્યો હતો.

આ ઉપરાંત રાયપુરમાં રમાયેલી બીજી ટી20 મેચમાં ભારતીય બેટ્સમેનોની આક્રમકતાનો સૌથી વધુ ભોગ ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર ઝકારી ફાઉલ્કેસ બન્યો હતો. ફાઉલ્કેસે પોતાના 3 ઓવરમાં 67 રન આપ્ય હતા. જે T20 આંતરરાષ્ટ્રીયમાં કોઈપણ ન્યૂઝીલેન્ડના બોલર દ્વારા આપવામાં આવેલા સૌથી વધુ રન છે.