નવી દિલ્હી: યુરોપિયન યુનિયન(EU)ના દેશોમાંથી ભારતમાં આયાત થતી કાર સસ્તી થઇ શકે છે. અહેવાલ મુજબ ભારત સરકાર EUમાંથી આયાત થતી કાર પર હાલ લાગુ 110% ટેરીફ ઘટાડીને 40% કરવા અંગે વિચાર કરી રહી છે. એહવાલ મુજબ ભારત અને EUના અધિકારીઓ મંગળવાર સુધીમાં એક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને અંતિમરૂપ આપી શકે છે.
સૂત્રોનાં જણાવ્યા મુજબ ભારત સરકાર EUના 27 દેશોમાંથી આયાત થતી 15,000 યુરો ($17,739) થી વધુની કિંમત વાળી કર પર ટેરીફ ઘટાડવા તૈયાર થઇ છે. એહવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો કે ભવિષ્યમાં આ ટેરીફ ઘટાડીને માત્ર 10% જ કરવામાં આવશે.
ટેરીફ ઘટાડા અંગે હજુ સુધી કોઈ જોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ભારતના વાણિજ્ય મંત્રાલય અને યુરોપિયન કમિશને આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.
ભારતીય કંપનીઓ પર થશે અસર:
ટેરીફ ઘટતા ભારતમાં ફોક્સવેગન, મર્સિડીઝ-બેન્ઝ અને BMW જેવા યુરોપિયન ઓટો મોબાઈલ ફેક્ચરરને ફયદો થઇ શકે છે. નોંધનીય છે કે યુએસ અને ચીન બાદ ભારત વેચાણની દ્રષ્ટિએ વિશ્વનું ત્રીજું સૌથી મોટું કાર બજાર છે. ભારતની ડોમેસ્ટિક ઓટો ઇન્ડસ્ટ્રીને સુરક્ષિત રાખવા, આયાત થતી કાર પર 70% અને 110% ટેરિફ વસૂલવામાં આવે છે. ભારતની ઓટો મોબાઈલ કંપનીઓને આ પગલાની અસર થઇ શકે છે.
સુત્રોના જણાવ્યા મુજબ ભારત સરકાર વાર્ષિક આશરે 200,000 કમ્બશન-એન્જિન કાર માટે ટેરીફ 40% કરી શકે છે. જો કે ઇલેક્ટ્રિક વાહનો પરના ટેરીફમાં ઘટાડો કરવામાં નહીં આવે, જેથી ભારતની ડોમેસ્ટિક EV ઇન્ડસ્ટ્રીને ટેકો મળી રહે.
આવતી કાલે થશે મોટો જાહેરાત:
અહેવાલ મુજબ હજુ વાટાઘાટો ચાલી રહી છે, છેલ્લી ઘડીએ તેમાં ફેરફાર પણ કરવામાં આવી શકે છે. ભારત અને EU વચ્ચે લાંબી વાટાઘાટોના નિષ્કર્ષ અનેગ મંગળવારે જાહેરાત કરવામાં આવી શકે છે.
અહેવાલ મુજબ કરારમાં કાપડ અને જ્વેલરી જેવા માલની ભારતીય નિકાસમાં વધારો કરવા સમજુતી થઇ શકે છે. નોંધનીય છે કે ગત વર્ષે ઓગસ્ટ મહિનાથી આ વસ્તુઓ પર યુએસએ 50% ટેરિફ લાદ્યો હતો.