મુંબઈ: હાલ કોઈ પણ બેંકના ઓટોમેટેડ ટેલર મશી(ATM)માંથી રૂ.100, રૂ.200 અને રૂ.500ની જ ચલણી નોટ્સ વિથડ્રો કરવાની સુવિધા મળે છે. અહેવાલ મુજબ કેન્દ્ર સરકાર નાના મૂલ્યની ચલણી નોટો સર્ક્યુલેશનમાં વધે એ માટે અલગ અલગ યોજના પર કામ કરી રહી છે.
અહેવાલ મુજબ સરકાર નવા પ્રકારના ATM શરુ કરવા અંગે વિચાર કરી રહી છે, જેમાંથી રૂ.100, રૂ.200 અને રૂ.500ની ઉપરાંત રૂ.10, રૂ.20 અને રૂ.50 રૂપિયાની ચલણી નોટો પણ કાઢી શકાશે. આ ઉપરાંત, હાઇબ્રિડ ATM માટે પણ વિચારણા કરવમાં આવી રહી છે, જેની મદદથી મોટી નોટોને બદલે નાની નોટો મેળવી શકાશે.
મુંબઈમાં ચાલી રહ્યો છે પાયલોટ પ્રોજેક્ટ:
એક અધિકારીના જણાવ્યા મુજબ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ મુંબઈમાં ઓછા મુલ્યની ચલણ નોટ માટેનાં મશીનના પ્રોટોટાઇપનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. એક વાર મંજુરી મળ્યા બાદ આ સિસ્ટમને રાષ્ટ્રીય સ્તરે લાગુ કરવા આવશે. આવા હાઇબ્રિડ એટીએમ ATM ટ્રાન્સપોર્ટ હબ, માર્કેટ્સ, હોસ્પિટલ્સ અને સરકારી કચેરીઓ જેવા સ્થળે લગાવવામાં આવશે.
સરકાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને પણ વધુ માત્રમાં નાના મૂલ્યની ચલણી નોટો છાપવા જણાવી શકે છે.
નાના મુલ્યની નોટ્સની જરૂર કેમ?
નોંધનીય છે કે ભારતમાં UPI મારફતે ડિજિટલ પેમેંટ સર્વવ્યાપી બની ગયું છે, ગ્રાહકો નાનામાં નાના પેમેન્ટ UPI દ્વારા કરે છે. એવામાં દુકાનદારોને નાના મુલ્યની ચુકવણી નોટ મળી રહી નથી. ક્યારેક ₹500 ની નોટના બદલમાં બાકી છુટા રૂપિયા આપવા મુશ્કેલ પડે છે.
નાના મુલ્યની વધુ નોટ સર્ક્યુલેશમાં આવતા, ખાસ કરીને ઇન ફોર્મલ ઇકોનોમિક અને અર્ધ-શહેરી વિસ્તારોને ફાયદો થશે, જ્યાં હજુ પણ રોકડ પર વધુ આધાર રાખવામાં આવે છે.