શિડ્લઘટ્ટા: કર્ણાટકના શિડ્લઘટ્ટા મ્યુનિસિપલ કમિશનર (Shidlaghatta Municipal Commissioner) અમૃતા ગૌડાને અપશબ્દ કહેવા અને ધમકાવવાના આરોપી કોંગ્રેસ નેતા રાજીવ ગૌડા (Congress leader Rajiv Gowda)ની આજે કેરળથી ધરપકડ કરવામાં આવી છે. ચિક્કાબલ્લાપુર જિલ્લાના પોલીસ અધિકસ્થી કુશલ ચૌકસીએ આ માહિતી આપી છે. ચૌકસીએ પીટીઆઇના જણાવ્યાં પ્રમાણે તેમને ધરપકડ કરી લેવામાં આવી છે અને આવતીકાલે પોલીસ દ્વારા વધારે વિગતો શેર કરવામાં આવશે, તેવું પણ જણાવ્યું હતું. આ ઘટના કર્ણાટકના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી શકે છે.
શિડ્લઘટ્ટા મ્યુનિસિપલ કમિશનરને અપશબ્દો બોલ્યાનો આરોપ
આ મામલે વધારે વિગતે વાત કરવામાં આવે તો, જેમની ધરપકડ કરવામાં આવી તે રાજીવ ગૌડા પર શિડ્લઘટ્ટા મ્યુનિસિપલ કમિશનર અમૃતા ગૌડાને ગાળો આપવા અને ધમકી આપવાનો આરોપ લાગ્યો છે. મહત્વની વાત તો એ છેકે, રાજીવ ગૌડા પોતે કોંગ્રેસ પાર્ટીના સીનિયર નેતા છે. આ કેસ થા બાદ તે ફરાર થઈ ગયાં હતા. કારણે કેરળ સુધી પોલીસ પહોંચી અને તેમની ધરપકડ કરી લીધી છે. ચિક્બલ્લાપુરા પોલીસે તેમની ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરી દીધી છે.
ફોન પર મ્યુનિસિપલ કમિશનરને ધમકી પણ આપી હતી
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 13 જાન્યુઆરીના રોજ કોંગ્રેસ નેતા રાજીવ ગૌડાએ શિડ્લઘટ્ટા શહેરના એક વ્યસ્ત ચોક પરથી પોતાના ફોટાવાળું બેનર હટાવવા બદલ અમૃતા ગૌડાને ફોન કર્યો અને આનું પરિણામ ભારે આવશે તેવી ધમકી આપી હતી. માત્ર ધમકી જ નહીં પરંતુ રાજીવ ગૌડાએ ફોન પર અપશબ્દો પણ બોલ્યાં હતાં. જેથી આ મામલે પોલીસે તેની સામે કાર્યવાહી કરી અને આજે અટકાયત કરી લીધી છે.
રાજીવ ગૌડાએ શિડ્લઘટ્ટા મતવિસ્તારમાંથી કોંગ્રેસની ટિકિટ પર 2023ની વિધાનસભા ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ હારી ગયા હતા. એફઆઈઆર દાખલ થયા પછી કોંગ્રેસ નેતા ભાગી ગયા હતા, પરંતુ સોમવારે કેરળમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ અને કાર્યવાહીના કારણે અહીંનો રાજકીય માહોલ ગરમાયો છે. સાથે પક્ષ વિપક્ષ દ્વારા સામસામે આક્ષેપો પણ કરવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.