Thu Jan 29 2026

Logo

White Logo

ઈન્ડિગોની મુશ્કેલીમાં વધારો! કેન્દ્ર સરકારે એરલાઈનને આપ્યા આવા આદેશ

6 days ago
Author: Savan Zalariya
Video

નવી દિલ્હી: ગત મહીને ભારતની સૌથી મોટી એરલાઈન્સ ઈન્ડિગોનું શેડ્યુલ ખોરવાઈ ગયું હતું, જેને કારણે લાખો મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એરલાઈનના ત્રિમાસિક નફામાં 75%નો તોતિંગ ઘટાડો નોંધાયો છે, એવામાં ઈન્ડિગોને વધુ એક ફટકો પડ્યો છે. કેન્દ્ર સરકારે ઈન્ડિગોને તેના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટને બરતરફ કરવા જણાવ્યું છે.

ગુરુવારે દિલ્હી હાઈકોર્ટ સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે જાણ કરી કે તેણે ગયા મહિને સંખ્યાબંધ ફ્લાઈટ કેન્સલ થવા મામલે ઈન્ડિગોને તેના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટને બરતરફ કરવા આદેશ આપ્યો છે.

આ કારણે સર્જાઈ હતી કટોકટી:
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું કે તેની ચાર સભ્યોની સમિતિને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે વધુ પડતા ઓપરેશન્સ, અપૂરતી નિયમનકારી તૈયારીઓ, સિસ્ટમ સોફ્ટવેર સપોર્ટમાં ખામીઓ અને મેનેજમેન્ટ માળખામાં ખામીઓને કટોકટી સર્જાઈ હતી.  

ઇન્ડિગોના પદાધિકારીઓને ચેતવણી:
DGCAએ એમ પણ જણાવ્યું કે એરલાઈનના છ વરિષ્ઠ પદાધિકારીઓને ચેતવણી આપી છે, જેમાં ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઓઓ), ઇસિદ્રે પોર્કેરાસ ઓરિયા, ફ્લાઇટ ઓપરેશન્સના ડેપ્યુટી હેડ અને રિસોર્સ એનાલિસ્ટનો સમાવેશ થાય છે, અને સિનીયર વાઈસ પ્રેસીડેન્ટને સર્વિસમાંથી બરતરફ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આટલા કરોડનો દંડ:
DGCAએ જણાવ્યું કે એરલાઇન પર રૂ. 22.2 કરોડનો દંડ લાદવામાં આવ્યો છે. DGCAએ ઇન્ડિગો એરલાઇનને બેંક ગેરંટી તરીકે ₹50 કરોડ જમા કરાવવા આદેશ આપ્યો છે, એરલાઇન તેના ઓપરેશનમાં જરૂરી સુધારા કરે ત્યારે એ પરત આપવામાં આવશે.