Thu Jan 29 2026

Logo

White Logo

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને હુમલાની ચેતવણી આપી, વેનેઝુએલા જેવી કાર્યવાહીનો સંકેત આપ્યો

Washington   9 hours ago
Author: Chandrakant Kanoja
Video

વોશિંગ્ટન : અમેરિકા અને ઈરાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનને હુમલાની ચેતવણી આપી છે.  ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીને વેનેઝુએલા જેવી કાર્યવાહી કરવાનો સંકેત આપ્યો છે. ટ્રમ્પે તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે, એક વિશાલ કાફલો ઈરાન તરફ આગળ વધી રહ્યું છે. આ ખુબ જ શકિતશાળી છે. આ કાફલાનું નેતૃત્વ એરક્રાફ્ટ કેરિયર અબ્રાહમ લિંકન કરી રહ્યું છે. જે વેનેઝુએલા મોકલવામાં આવેલા કાફલા કરતા મોટો છે.

 

ઓપરેશન મિડનાઈટ હેમરથી  ઈરાનને ભારે નુકસાન 

ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, વિશાળ કાફલો વેનેઝુએલા જેવા માટે મિશન માટે તૈયાર છે. જો જરૂરી હોય તો ગતિ અને આક્રમકતા સાથે તેના મિશનને પૂર્ણ કરશે. અમેરિકાના  રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમને આશા છે કે ઈરાન ટૂંક સમયમાં "ટેબલ પર આવશે" અને એક વાજબી અને સંતુલિત કરાર પર વાટાઘાટો કરશે. જેમાં પરમાણુ શસ્ત્રો નહીં હોય જે બધા પક્ષો માટે સારું છે.  તેમજ સમય પૂરો થઈ રહ્યો છે  આ ખરેખર મહત્વપૂર્ણ છે. જેમ મેં પહેલા ઈરાનને કહ્યું હતું સમજુતી  કરો  તેઓએ એવું ન કર્યું  અને પછી  ઓપરેશન મિડનાઈટ હેમર થયું, જેમાં ઈરાનને ભારે વિનાશનો સામનો કરવો પડ્યો.
ટ્રમ્પે કહ્યું કે ઈરાન પર આગામી હુમલો છેલ્લા કરતા પણ વધુ ખરાબ હશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમની ટ્રુથ સોશિયલ પોસ્ટમાં આવી ચેતવણી આપીને ફરી એકવાર ઈરાનની ચિંતામાં વધારો કર્યો છે.

પ્રાદેશિક યુદ્ધનું જોખમ  વધ્યું 

અમેરિકી સૈન્યએ દક્ષિણ ચીન સમુદ્રમાંથી અબ્રાહમ લિંકન કેરિયર સ્ટ્રાઈક ગ્રુપને મધ્ય પૂર્વ તરફ વાળ્યું છે.જેનાથી આ ક્ષેત્રમાં લશ્કરી દબાણ વધ્યું છે. ઈરાને જવાબ આપ્યો કે આનાથી પોતાનો બચાવ કરવાની તેની ઇચ્છાશક્તિ પર કોઈ અસર થશે નહીં. ટ્રમ્પની ધમકીથી 2018 માં અમેરિકાએ ઈરાન પરમાણુ કરારમાંથી ખસી ગયા પછીથી ઉભરી આવેલા તણાવને ફરીવધ્યો છે. જેનાથી પ્રાદેશિક યુદ્ધનું જોખમ વધી ગયું છે.