મુંબઈ ભાગી ગયેલી યુવતીને ક્રાઈમ બ્રાન્ચે શોધી કાઢી: 17 વર્ષની વયે ગુમ થયેલી દીકરી હવે 29 વર્ષે ઘરે પરત ફરી
અમદાવાદઃ દાણીલીમડા વિસ્તારમાંથી 2014માં ગુમ થયેલી 17 વર્ષીય છોકરી 12 વર્ષ પછી પોતાના પરિવારને મળી છે. અત્યારે આ દીકરીની ઉંમર 29 વર્ષ થઈ ગઈ છે. આખરે એવું તો શું બન્યું કે, યુવતીએ 12 વર્ષ પહેલા ઘર છોડી દીધું હતું? પરિવારે તો ગુમ થયાની અને અપહરણની ફરિયાદ નોંધાવી દીધી હતી. પરંતુ કોઈ ભાળ મળી નહોતી. હવે ઇન્વેસ્ટિગેશન યુનિટ ફોર ક્રાઈમ અગેઈન્સ્ટ વુમને આ દીકરીનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે.
શું હતી સમગ્ર ઘટના?
ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો, આ યુવતીને તેના ઘરવાળાએ સામાન લાવવા માટે 12,000 રૂપિયા આપ્યા હતાં. પરંતુ તે રૂપિયા ક્યાંક પડી ગયાં હતાં. જેના કારણે તે ડરી ગઈ અને ટ્રેનમાં બેસીને મુંબઈ ભાગી ગઈ હતી.
હવે 29 વર્ષની થયેલી આ યુવતીને શહેર ક્રાઇમ બ્રાન્ચની મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ માટે તપાસ એકમે તેનો શોધી કાઢી છે. વિગતે જોઈએ તો. બાર વર્ષ પહેલાં સામાન્ય પરિવારમાં પહેતા આ યુવતી સામાન લેવા માટે પૈસા લઈને બહાર નીકળી હતી. પૈસા ગુમાવ્યા પછી ઘરે બધા બોલશે એવો ભય થતાં તેણે મુંબઈની ટ્રેન પકડી લીધી અને ત્યં ભાગી ગઈ હતી.
અહીં મુંબઈ પહોંચ્યાં બાદ તેણે નાના-મોટા કામો કર્યા, વારંવાર સ્થળ બદલ્યા પરંતુ ક્યારેય પાછા ન આવવાનો નિર્ણય કર્યો ન હતો. આ દરમિયાન ઘરવાળાને શંકા હતી કે દીકરીનું અપહરણ થઈ ગયું હશે. પરિવાર છેલ્લા ઘણાંય વર્ષોથી આવું વિચારની જીવી રહ્યો હતો. આ કેસની ફાઈલ પર પોલીસના ચોપડે ધૂળ ખાતી થઈ ગઈ હશે, પરંતુ 12 વર્ષ બાદ ઇન્વેસ્ટીગેશન યુનિટ ફોર ક્રાઈમ અગેઈન્સ્ટ વુમનને આ કેસને ઉકેલી કાઢ્યો છે.
ફાઈલ અને કેસ ભૂલાઈ ગયો હતો, પરંતુ પરિવારની વર્ષોની આશા આજે ફળિભૂત થઈ છે. આ મામલે વાત કરવામાં આવે તો પીઆઇ આર.આર. ગઢવીની દેખરેખમાં ટિપ મળી હતી કે મહિલા મુંબઈમાં છે અને અમદાવાદ આવે છે, જેથી ટીમ દ્વારા તેના પર નજર રાખવામાં આવી હતી. તમામ પ્રયત્નો બાદ તેને શોધી કાઢવામાં આવી અને કાઉન્સેલિંગ કરીને ઘરે પાછી લાવવામાં આવી હતી. ઇન્વેસ્ટિગેશન યુનિટ ફોર ક્રાઈમ અગેઈન્સ્ટ વુમને આ યુવતીનું 12 વર્ષ બાદ તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.