મુંબઈઃ મહારાષ્ટ્રના બારામતીમાં થયેલી વિમાન દુર્ઘટનામાં ગ્વાલિયરની યુવા પાયલટ શાંભવી પાઠકનું મોત થયું છે. VIP ચાર્ટર્ડ લિયરજેટ-45ને ઉડાડતી શાંભવી અને ઉપમુખ્ય પ્રધાન અજિત પવાર સહિત પાંચ લોકોનું મોત થયું છે. દુર્ઘટનાની વાત કરીએ તો, લેન્ડિંગ કરતી વખતે વિમાન ક્રેશ થયું હતું. જેમાં દરેક લોકોના મોત થઈ ગયાં છે. આ દુર્ઘટનાના કારણે મૃતકોના પરિવારમાં ભારે શોકની લાગણીઓ છવાયેલી છે.
શાંભવીના મોતથી પરિવારમાં ભારે શોકનો માહોલ
અત્યારે વાત કરવાની છે કે, યુવા પાયલટ શાંભવી પાઠકની. શાંભવી પાઠકના માતા-પિતા દિલ્હીમાં રહે છે. પિતા વિક્રમ પાઠક ભારતીય વાયુસેનામાં હતાં. આ સાથે શાંભવી માતા રૌલી પાઠક છે અને એક નાનો ભાઈ છે. પરિવાર અત્યારે ગ્વાલિયરમાં છે. શાંભવી પાઠકે ગ્વાલિયરમાંથી પ્રારંભિક શિક્ષણ મેળવ્યું હતું. આ સાથે વસંત વિહાર D-61માં દાદી મીરા પાઠક રહે છે. શાંભવી પાઠક વીઆઈપી ફ્લાઈટ્સ ઉડાડતી હતી. જે પ્લેન ક્રેશ થતાં અંદર બેઠેલા તમામ લોકોનું મોત થયું છે.
શાંભવી પાઠકે દાદીને 'ગુડ મોર્નિંગ' મેસેજ મોકલ્યો હતો
વધારે વિગતે વાત કરવામાં આવે તો, વિમાન દુર્ઘટના પહેલા સવારે 06:40 વાગ્યે શાંભવી પાઠકે દાદીને 'ગુડ મોર્નિંગ' મેસેજ મોકલ્યો હતો, જે મેસેજ વિશેષ હતો તેવું તેના દાદીએ જણાવ્યું છે. પરિવારના જણાવ્યાં પ્રમાણે શાંભવીને ઘરે બધા ચીની કહીને બોલાવતા હતા. કારણ કે તે સૌની લાડલી હતી. પરિવારે સવારે શાંભવીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કોન્ટેક્ટ થયો નહીં. પછી થોડા સમય પછી વિવેક પાઠકે તેની માતા મીરા પાઠકને ફોન કર્યો અને તેને તેની ભત્રીજી શાંભવીના દુઃખદ અવસાન વિશે જાણ કરી હતી.
શાંભવીના મોતથી દાદીને વધારે આઘાત લાગ્યો
શાંભવી પાઠકના મોતના સંભાળીને દાદીને વધારે આઘાત લાગ્યો હતો. કારણે કે, શાંભવી દાદીને વધારે પ્રેમ કરતી હતી. પરિવારે કહ્યું કે, શાંભવી ભણવામાં હોશિયાર હતી. જે એન્જિનિયરિંગમાં સિલેક્ટ થઈ ગઈ હતી. પરંતુ તેને એન્જિનિયરિંગમાં ફાવ્યું નહીં એટલે તેણે પાયલટ બનવાનું પસંદ કર્યું હતું. આના માટે ખૂબ જ મહેનત કરી અને VIP ચાર્ટર પાયલટ બની હતી. અત્યારે શાંભવીના અવસાનથી પરિવાર અત્યંત દુઃખી છે.