મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર (Ajit Pawar) ના ૨૮ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ થયેલા આકસ્મિક નિધન બાદ સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક જ્યોતિષ દ્વારા જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં જ વિમાન દુર્ઘટના અંગે કરેલી ભવિષ્યવાણી હવે સાચી સાબિત થતી જણાય છે, જેને લઈને નેટિઝન્સ સ્તબ્ધ છે.
નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનું આજે વિમાન દુર્ઘટનામાં નિધન થયું હોવાના સમાચાર સામે આવતાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર astrologerankittyagiofficial' નામની આઈડી પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જ્યોતિષીએ આગાહી કરી હતી કે 2026માં વિમાની દુર્ઘટના થશે. આ સિવાય આ જ એકાઉન્ટ પરથી પાંચમી ડિસેમ્બરના જ 2026માં ભારતના કોઈ મોટા નેતાનું નિધન થશે.
સોશિયલ મીડિયા પર વિમાની દુર્ઘટનાની આગાહી કરતો આ વીડિયો બીજી જાન્યુઆરીના પોસ્ટ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. વીડિયોમાં જ્યોતિષી સ્પષ્ટપણે કહેતા સંભળાય છે કે, તમે જોઈ લેજો, ભારતમાં ફેબ્રુઆરી અને માર્ચની આસપાસમાં કોઈ વિમાની દુર્ઘટના થશે. હું ભવિષ્યવાણી કરી રહ્યો છું અને તે સાચી પડશે. મારું કામ ચેતવવાનું છે, હવે તમે તેને રોકી શકો તો રોકી લો...
જોકે, હવે જોવાની વાત એ છે કે ડેબ્યુટી ચીફ મિનીસ્ટર અજિત પવારને આ અકસ્માત આજે એટલે કે 28મી જાન્યુઆરીના (ફેબ્રુઆરી શરૂ થવાના થોડા દિવસ પહેલા) થયો છે, પરંતુ લોકો આ વીડિયોને સીધો અજિત પવારની દુર્ઘટના સાથે જોડી રહ્યા છે. આ સિવાય આ જ એકાઉન્ટ પરથી પાંચમી ડિસેમ્બરના એક વીડિયો શેર કરવામાં આવ્યો છે કે 2026માં ભારતના કોઈ મોટા રાજકારણીનું નિધન થશે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયો અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે અને હજારો લોકોએ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે આ ભવિષ્યવાણી અક્ષરશઃ સાચી પડી, કાશ કોઈએ આના પર ધ્યાન આપ્યું હોત. બીજા એક યુઝરે લખ્યું હતું કે મોતના 25 દિવસ પહેલાં જ સંકેત મળી ગયા હતા, આ ખરેખર ડરામણું છે. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે જ્યોતિષીઓની વાતને હળવાશમાં ન લેવી જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે અજિત પવારના અકસ્માતની ગંભીરતા એ વાત પરથી જાણી શકાય છે કે વિમાનના ટુકડે-ટુકડા થઈ ગયા હતા અને આગ એટલી ભીષણ હતી કે દેહને ઓળખવા પણ અશક્ય હતા. અંતે, તેમની કાંડા ઘડિયાળ પરથી જ તેમની છેલ્લી ઓળખ થઈ શકી હતી. આ અકસ્માતમાં અજિત પવાર સહિત કુલ ૫ લોકોના મોત નીપજ્યા છે.
બારામતી ખાતે થયેલી વિમાની દુર્ઘટના બાબતે એવિએશન એક્સપર્ટ્સ આ અકસ્માત પાછળ ટેકનિકલ ખામી કે પાઈલટની ભૂલ છે એની તપાસ કરી રહ્યા છે, ત્યારે સોશિયલ મીડિયા પર આ પ્રકારના વીડિયોએ લોકમાનસમાં અનેક તર્ક-વિતર્ક જન્માવ્યા છે. શું આ માત્ર એક સંયોગ છે કે ગ્રહ નક્ષત્રોની ચાલ? આ વીડિયો અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે.
