મુંબઈ: 2023માં આવેલી 'એનિમલ' ફિલ્મે રણવીર કપૂરની સિગ્મા મેન તરીકેની ઇમેજ ઊભી કરી હતી. આ ફિલ્મમાં બોબી દેઓલનો પણ અલગ અવતાર જોવા મળ્યો હતો. જોકે, આ ફિલ્મમાં એવા કેટલાક સીન બતાવાયા હતા. જેમાં રણવીર કપૂરની ફાંદ જોવા મળી હતી. જેને લઈને રણવીર સિંહે વજન વધારીને ઘટાડી દીધુ હતુ, એવી વાતો સાંભળવા મળી હતી. પરંતુ હવે રણવીર સિંહના વજન વધારવાનું અને ઘટાડવાનું સાચું રહસ્ય સામે આવ્યું છે.
રણવીર સિંહની ફાંદ અસલી હતી કે નકલી?
'એનિમલ'ના બિહાઇન્ડ ધ સીનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં રણવીર સિંહના વેઈટ ગેઇન અને વેઇટ લોસનું કારણ સામે આવ્યું છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, પ્રોસ્થેટિક્સ ટીમના સભ્યો રણવીર સિંહના શરીર પ્રમાણે સાવધાનીપૂર્વક સિલિકોન ફેટ સૂટ તૈયાર કરી રહ્યા છે. જે તેની સ્કીનના રંગ પર બરાબર ફિટ થાય છે. આ સિલિકોન ફેટ સૂટને એટલી બારિકાઈથી તૈયાર કરવામાં આવ્યો હતો કે, ફિલ્મના ક્લોઝ-અપ શોટ્સ અને મૂવમેન્ટ દરમિયાન પણ કોઈને ખબર ન પડી કે તેની ફાંદ નકલી છે.
આમ, વાયરલ વીડિયો પરથી જાણવા મળ્યું કે, 'એનિમલ' ફિલ્મમાં રણવીર સિંહે પોતાની ઉંમર વધારે બતાવવા તથા શરીરે ફાંદાળો દેખાવવા માટે વજન વધાર્યું ન હતું. પરંતુ તે એક ખાસ પ્રકારનો સિલિકોન સૂટ હતો. રણવીર સિંહે વેઇન ગેઇન કે વેઇટ લોસ કર્યુ ન હતું. જોકે,
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણવીર સિંહ હાલ સંજય લીલા ભણસાલીની 'લવ એન્ડ વોર' ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ જૂન 2026માં રિલીઝ થવાની છે. આ વર્ષે દિવાળી પર તેની 'રામાયણ: પાર્ટ વન' ફિલ્મ પણ રિલીઝ થવાની છે. જેમાં સાંઈ પલ્લવી, યશ અને સની દેઓલ જેવા કલાકારો જોવા મળશે. આ સિવાય 2027મં તેની 'એનિમલ પાર્ક' ફિલ્મ આવે તેવી સંભાવના છે.