Tue Jan 27 2026

Logo

White Logo

બ્રેકિંગ ન્યૂઝ 25 Jan 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2 days ago
Author: Mumbaisamachar Team
Video

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.

Live Updates

2 days ago

બેંગાલની એક દાવથી જીત, મુંબઈ પણ આસાનીથી જીતીને નૉકઆઉટમાં

રણજી ટ્રોફીમાં અહીં રવિવારે બેંગાલે સર્વિસીઝને એક દાવ અને 46 રનથી હરાવીને બોનસ પૉઇન્ટ મેળવ્યો હતો. એ સાથે બેંગાલ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગયું હતું. બીજી તરફ, મુંબઈએ હૈદરાબાદને નવ વિકેટે પરાજિત કરીને નૉકઆઉટમાં એન્ટ્રી કરી હતી. રેલવે સામે ગુજરાતનો આઠ વિકેટે પરાજય થયો હતો, પરંતુ સૌરાષ્ટ્ર અને બરોડાએ બે દિવસ પહેલાં જ જીત હાંસલ કરી લીધી હતી.

2 days ago

કોલકાતામાં ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, તોડફોડ અને આગજનીની ઘટના

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકીય ધમાસાણ શરુ થયું છે. જેમાં રવિવારે કોલકાતાના બેહાલા વિસ્તારમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ ના કાર્યકરો વચ્ચે  અથડામણ થઈ હતી. ભાજપે આરોપ લગાવ્યો કે ટીએમસીના કાર્યકરોએ સભા સ્થળે મોટેથી સંગીત વગાડીને અને ધ્વજ લહેરાવીને તેમની સભામાં વિક્ષેપ પાડ્યો હતો.જેના કારણે સાખેર બજાર વિસ્તારમાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી.

2 days ago

સંજુ સૅમસન પહેલા જ બૉલ પર ક્લીન બોલ્ડ

ભારતના ટી-20 વિકેટકીપર સંજુ સૅમસનને ન્યૂ ઝીલૅન્ડ સામેની વર્તમાન સિરીઝમાં ઘણી તક મળી, પણ એ મોકાનો તે ફાયદો નથી લઈ શક્યો. ગુવાહાટીમાં તે પહેલા જ બૉલ પર ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. મૅટ હેન્રીએ ભારતના દાવની હજી તો શરૂઆત કરી ત્યાં સૅમસને તેને પહેલા જ બૉલમાં વિકેટ આપી દીધી હતી. જોકે સદનસીબે ત્યાર બાદ અભિષેક શર્મા અને ઇશાન કિશને ફટકાબાજી કરીને કિવી બોલર્સને વળતો જવાબ આપી દીધો હતો. ત્રીજી ઓવરને અંતે ભારતનો સ્કોર એક વિકેટે 49 રન હતો જેમાં કિશનના 24 રન અને અભિષેકના 23 રન સામેલ હતા.

2 days ago

ભારતના પ્રજાસત્તાક દિવસના મુખ્ય મહેમાન લુઇસ અને લેયન દિલ્હી પહોંચ્યા, ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત કરાયું

ભારતના 77માં પ્રજાસત્તાક દિવસની  ભવ્ય ઉજવણી સામેલ થવા યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો લુઈસ સાન્તોસ દા કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન દિલ્હી પહોંચ્યા છે. આ બંને  મહેમાનોને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. આ પ્રથમ વાર છે જ્યારે બે ટોચના યુરોપિયન  અધિકારીઓ ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં એકસાથે હાજરી આપી રહ્યા છે.

2 days ago

ન્યૂ ઝીલૅન્ડે 13 રનમાં બે વિકેટ ગુમાવી

ભારત સામે ગુવાહાટીમાં ત્રીજી ટી-20 મૅચની હજી તો શરૂઆત થઈ ત્યાં તો ગણતરીની મિનિટોમાં ન્યૂ ઝીલૅન્ડના બે બૅટ્સમેન પૅવિલિયનમાં પાછા આવી ગયા છે. પેસ બોલર હર્ષિત રાણાએ મૅચના ત્રીજા જ બૉલમાં ઓપનર ડેવૉન કૉન્વે (એક રન)ને મિડ-ઑફ પર હાર્દિક પંડ્યાના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. હાર્દિકે ઊંચી છલાંગ મારીને અફલાતૂન કૅચ ઝીલ્યો હતો. એ આઘાતજનક ઓવર હજી તો પૂરી થઈ ત્યાં બીજી ઓવર જે હાર્દિકે કરી હતી એના ચોથા બૉલમાં ડીપ સ્ક્વેર લેગમાં રવિ બિશ્નોઈએ રચિન રવીન્દ્ર (ચાર રન)નો કૅચ ઝીલી લેતાં પ્રવાસી ટીમને બીજો ઝટકો લાગ્યો હતો. ત્રણ ઓવરને અંતે કિવીઓનો સ્કોર 2/26 હતો. ટિમ સિફર્ટ અને ગ્લેન ફિલિપ્સ દાવમાં હતા. ભારત સિરીઝમાં 2-0થી આગળ છે.

2 days ago

ભારતે ફીલ્ડિંગ પસંદ કરી, ટીમમાં બે ફેરફાર

ગુવાહાટીમાં ન્યૂ ઝીલૅન્ડ સામેની ત્રીજી ટી-20માં ભારતના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી છે. પિચ પર જૂનું ઘાસ છે. પિચ ખૂબ સૂકી છે, પણ મૅચ શરૂ થવાના સમય સુધીમાં એમાં થોડો ફેરફાર જોવા મળી શકે. ભારતે ટીમમાંથી અર્શદીપ સિંહ તથા વરુણ ચક્રવર્તીને આરામ આપ્યો છે અને બુમરાહ તથા રવિ બિશ્નોઈએ કમબૅક કર્યું છે. ભારતીય ટીમઃ સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), અભિષેક શર્મા, સંજુ સૅમસન (વિકેટકીપર), ઇશાન કિશન, રિન્કુ સિંહ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, હર્ષિત રાણા, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહ. ન્યૂ ઝીલૅન્ડની ટીમઃ મિચલ સૅન્ટનર (કૅપ્ટન), ટિમ સિફર્ટ (વિકેટકીપર), ડેવૉન કૉન્વે, રચિન રવીન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, ડેરિલ મિચલ, માર્ક ચૅપમૅન, કાઇલ જૅમીસન, મૅટ હેન્રી, જેકબ ડફી અને ઇશ સોઢી.

2 days ago

મમતા બેનર્જીએ ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા, કહ્યું ભાજપના ઈશારે કામ કરે છે

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાષ્ટ્રીય મતદાતા દિને  કેન્દ્રીય ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે  ચૂંટણી પંચ દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીને  દુ:ખદ  ગણાવ્યો હતો. તેમજ પંચ  ભાજપના ઈશારે કામ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે વધુમાં પંચ પર વિપક્ષને દબાવવા અને ભારતીય લોકશાહીના પાયાને નબળી પાડવાનો આરોપ લગાવ્યો છે.

2 days ago

ઈરાન પર હુમલાની આશંકા વચ્ચે આયાતુલ્લાહ અલી ખામેની ભૂગર્ભમાં, પુત્રને સોંપ્યું શાસન

અમેરિકા દ્વારા ઈરાન પર ગમે ત્યારે હુમલો થવાની આશંકા છે. તેમજ ઈરાન અને અમેરિકા વચ્ચે સતત તણાવ પણ વધી રહ્યો છે. તેવા સમયે ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેની તહેરાનમાં અંડર ગ્રાઉન્ડ શેલ્ટરમાં શિફ્ટ થયા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. તેમજ ઈરાનનું શાસન તેમણે તેમના ત્રીજા પુત્રને સોંપી દીધું છે.

2 days ago

હૈદરાબાદમાં ફર્નિચરની દુકાનમાં આગ, પાંચ લોકોના મોત

હૈદરાબાદ શહેરના નામપલ્લી વિસ્તારમાં આવેલી ચાર માળની ફર્નિચરની દુકાનમાં મોટી હોનારત સર્જાઈ છે.  ફર્નિચરની દુકાનમાં આગ લાગતા પાંચ લોકો ના મોત થયા છે.  આગ એટલી વિકરાઉ હતી કે સમગ્ર રાત આગ રાત બચાવ કામગીરી ચાલી હતી. જેની બાદ  પાંચેય લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ અંગે  મળતી માહિતી મુજબ આ લોકોને ભોંયરામાં જ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આગને કારણે આ લોકો બહાર નીકળી શક્યા ન હતા.

2 days ago

ભારતના પડોશી દેશ મ્યાનમારમાં પાંચ વર્ષ બાદ સામાન્ય ચૂંટણીઓ માટે મતદાન

ભારતના પડોશી દેશ મ્યાનમારમાં બળવાના પાંચ વર્ષ બાદ સામાન્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે.  જેની માટે રવિવારે  મ્યાનમારમાં સામાન્ય ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કા માટે મતદાન ચાલુ છે.  દેશમાં લગભગ એક મહિનાથી ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે અને અત્યાર સુધીના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે લશ્કરી શાસકો અને તેમના સમર્થક પક્ષ સંસદમાં સ્પષ્ટ બહુમતી મેળવીને નવી સરકાર બનાવશે.

2 days ago

તેજસ્વી યાદવ બન્યા RJDના કાર્યકારી અધ્યક્ષ

પટનામાં રાષ્ટ્રીય જનતા દળની રાષ્ટ્રીય કારોબારીની મહત્વની બેઠકમાં તેજસ્વી યાદવને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, તેજસ્વીને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવવા માટેનો પ્રસ્તાવ RJDના મહાસચિવ ભોલા યાદવે રજૂ કર્યો હતો, જેના પર પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીએ સર્વસંમતિથી મહોર મારી દીધી છે.

2 days ago

બનાસકાંઠામાં ઉત્તર ગુજરાતના રબારી સમાજનું યોજાશે સંમેલન

બનાસકાંઠામાં ઉત્તર ગુજરાતના રબારી સમાજનું યોજાશે. જેમાં ભાગ લેવા મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટ્યા છે. રબારી સમાજમાં લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ, જન્મ પ્રસંગ, સગાઈ પ્રસંગ, મામેરું, આણું, છૂટા છેડા, શિક્ષણ સહીતના મુદ્દે ઘડાશે નવુ બંધારણ ઘડાશે. ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈની અધ્યક્ષતામાં બંધારણ ઘડાશે. 

2 days ago

મન કી બાતમાં પીએમ મોદીએ બંધારણના ઘડવૈયાઓને કર્યા યાદ

મન કી બાત' ના 130માં એપિસોડ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વર્ષ 2026ની આ પ્રથમ 'મન કી બાત' છે. આવતીકાલે, 26મી જાન્યુઆરીએ આપણે આપણો પ્રજાસત્તાક દિવસ ઉજવીશું. આજના દિવસે જ આપણું બંધારણ અમલમાં આવ્યું હતું. આ દિવસ, 26મી જાન્યુઆરી, આપણને આપણા બંધારણના ઘડવૈયાઓ પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પિત કરવાની તક આપે છે.

2 days ago

ગુજરાતના IPS અધિકારી નીપુણા તોરવણેને રાષ્ટ્રપતિ ચંદ્રક

ગુજરાતના IPS અધિકારી નીપુણા તોરવણેને રાષ્ટ્રપતિ ચંદ્રક મળશે. તેઓ રાજ્યમાં ગૃહ વિભાગના સચિવ તરીકે ફરજ બજાવે છે. SP શૈલેષ સિંહ રઘુવંશીને પણ રાષ્ટ્રપતિ ચંદ્રક મળશે.

2 days ago

અમેરિકામાં બરફીલા તોફાનનો કહેર

અમેરિકામાં બરફીલા તોફાનને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એક અઠવાડિયામાં 9000થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ થઈ છે. રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 10 રાજ્યોમાં ઈમરજન્સી  જાહેર કરી છે.

2 days ago

આજે PM મોદી 130મી વખત કરશે મન કી બાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદી માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા 130મી વખત દેશવાસીઓને સંબોધન કરશે. 11 વાગ્યે તેઓ રાષ્ટ્રને સંબોધન કરશે.